• રવિવાર, 06 જુલાઈ, 2025

શાહી ઈદગાહને વિવાદિત માળખું ઘોષિત કરવાની અરજી નામંજૂર મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિંદુ પક્ષને ઝટકો

નવી દિલ્હી, તા. 4 : મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદમાં હિંદુ પક્ષની અરજીને હાઈકોર્ટે ખારિજ કરી દીધી છે. કોર્ટે મસ્જિદને વિવાદિત માળખું ઘોષિત કરવાની માગણી કરતી અરજીને નામંજૂર કરી દીધી છે. કોર્ટના આ આદેશને હિંદુ પક્ષ માટે એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યો છે.

જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની સિંગલ બેંચ આ મામલે સુનાવણી કરી રહી હતી. કેસમાં આગળની સુનાવણી હવે બીજી ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે, વર્તમાન તથ્યો અને અરજીના આધારે મથુરાની શાહી ઈદગાહને વિવાદીત માળખુ ઘોષિત કરી શકાય નહી. હિંદુ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે ઈદગાહનું નિર્માણ શ્રીકૃષ્ણની જન્મભૂમિ સ્થિત અતિપ્રાચિન મંદિર તોડીને કરવામાં આવ્યું છે.

પુરા મામલામાં હિંદુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું હતું કે, હાઈકોર્ટેમાં પાંચમી માર્ચ 2025ના મથુરા સ્થિત શાહી ઈદગાહને વિવાદિત માળખું ઘોષિત કરવાની માગ સાથે અરજી થઈ હતી. જેના ઉપર 23મી મેના રોજ દલીલો પુરી થઈ હતી અને કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જે હવે સંભળાવવામાં આવ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક