• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભુણાવામાં કોલ્ડ સ્ટોરેજમાંથી રૂ.8.16 કરોડના ચણા-ધાણાનો જથ્થો વેચી નાખનાર ભાણેજ સકંજામાં

મામાના કોલ્ડ સ્ટોરેજમાં વેપારીઓએ જથ્થો રાખ્યો હોય બારોબાર વેચી નાખ્યો’તો

ગોંડલ, તા.30 : ભુણાવા ગામે મામાના કોલ્ડ સ્ટોરેજમાં વેપારીઓએ રાખેલ રૂ. 8.16 કરોડની કિંમતનો ચણા-ધાણાનો જથ્થો રાજકોટ રહેતા ભાણેજે બારોબાર વેચી નાખ્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી રાજકોટના ભાણેજને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, નાનામવા રોડ પર શ્રી કોલોનીમાં રહેતા કિશોરભાઈ અમૃતભાઈ ડેડાણી નામના વેપારીએ રાજકોટમાં રહેતા તેના ભાણેજ ઉત્તમ પ્રવીણ ત્રાંબડિયાએ ભુણાવા ગામે આવેલા કોલ્ડ સ્ટોરેજમાંથી રૂ.8.16 કરોડના ચણા-ધાણાનો જથ્થો કાઢી બારોબાર વેચી નાખી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ઉત્તમ ત્રાંબડિયાને સકંજામાં લીધો હતો.

આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં વેપારી કિશોર ડેડાણીના ભુણાવા ગામે આવેલા કોલ્ડ સ્ટોરેજમાં જુદા જુદા વેપારીઓ-ખેડૂતો અને પેઢીઓ દ્વારા રૂ.7.69 કરોડની 30,797 બોરી ચણાની અને રૂ.40.86 લાખની ધાણાની બોરીઓ મળી કુલ રૂ.8.16 કરોડનો માલ રાખ્યો હતો અને મામા કિશોરભાઈના કોલ્ડ સ્ટોરેજમાં ભાણેજ ઉત્તમ ત્રાંબડિયા નોકરી કરતો હોય બારોબાર માલ વેચી નાખ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક