• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ધારી-બગસરા હાઈવે પર ડાંગાવદર નજીક તેલ ભરેલું ટેન્કર પલટયું

તેલ લેવા વાસણો લઈને ગ્રામજનોની પડાપડી

અમરેલી, તા.12: ધારી નજીક બગસરા હાઈવે પર આવેલા ડાંગાવદર ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેન્કર પલટી મારતાં તેલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું. તેલ ઢોળાતાં જ આસપાસના ગ્રામજનો તેલ લેવા માટે વાસણો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે રાજકોટથી રાજુલા તરફ જઈ રહેલું એક તેલ ભરેલું ટેન્કર ડાંગાવદર ગામ નજીક પહોંચતાં પલટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે ટેન્કરમાં ભરેલું તેલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું. તેલની રોડ ઉપર જ રેલમછેલ થતાં જ ગ્રામજનોમાં તેલ મેળવવા માટે દોડધામ મચાવી દીધી હતી. કોઈ ડબ્બા તો કોઈ અન્ય વાસણ લઈને લોકો તેલ ભરવા માટે પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં પણ તેલ લેવા માટે લોકોની પડાપડીના દૃશ્યો સર્જાયા હતા. ટેન્કર પલટી માર્યાની જાણ ધારી પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

 

ઇ-પેપરના નવા શુલ્ક