• ગુરુવાર, 18 જૂન, 2026

તળાજાના શિક્ષકે ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

તળાજા,તા.17:તળાજા પંથકની એક ખાનગી શાળાના શિક્ષક જે મૂળ શિહોરનો રહેવાસી છે તેની ઉપર ધો.11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ વિદ્યાર્થિનીને પોતાની વાતમાં ભોળવીને તળાજા લાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ અલંગ પોલીસ મથકે નોંધાઇ છે.  તળાજા પંથકની ખાનગી શાળામાં ગણિત વિષય લેતા શિક્ષકનું  કુકર્મ બહાર આવ્યું છે . અલંગ પોલીસ દ્વારા બનાવને લઈ નોંધાયેલા ગુના બાદ હાથ ધરાયેલી તપાસની મળતી વિગતો મુજબ ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઇન્સ્ટાગ્રામ થી શિક્ષક સંપર્કમાં આવ્યો હતો. વિદ્યાર્થિની મોટા શહેરમાં અભ્યાસ કરે છે. સંપર્કમાં આવ્યા બાદ સગીર વિદ્યાર્થિનીને પોતાની આગવી વાત કરવાની શૈલીમ।઼ાં ભોળવીને શિક્ષક તળાજાના પોશ વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહેતો હતો ત્યાં લાવીને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ બનાવની જાણ વિદ્યાર્થિનીના માતાને ખબર પડતાં તેમણે શિક્ષક કરણ વિનોદભાઈ પરમાર મૂળ રે.શિહોર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અલંગ પોલીસે ગણતરીના કલાકોમાં જ શિક્ષકનો પતો મેળવી હસ્તગત કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક