• બુધવાર, 17 જૂન, 2026

લડાયક ઇરાનનો શાનદાર દેખાવ : ન્યુઝીલેન્ડ સામેનો મેચ 2-2થી ડ્રો કર્યો

લોસ એન્જિલિસ, તા.16 : યુદ્ધગ્રસ્ત દેશ ઇરાને રાજકીય તણાવ અને કઠિન પરિસ્થિતિ વચ્ચે ફૂટબોલ વર્લ્ડ કપના તેના પહેલા મેચમાં લડાયક દેખાવ કરીને ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો મેચ 2-2 ગોલથી ડ્રો કર્યો હતો. ગ્રુપ જીના આ રોમાંચક મેચમાં ઇરાને બે વખત પાછળ રહ્યા બાદ શાનદાર વાપસી કરીને ન્યુઝીલેન્ડ ટીમને 2-2થી ડ્રો પર રોકી હતી. લોસ એન્જિલિસમાં રમાયેલા આ મેચમાં ઇરાની ખેલાડીઓએ તમામ માનસિક દબાણને હડસેલીને પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. મેચ પછી અમેરિકી અધિકારીઓ ઇરાની ટીમ સાથે ખરાબ ભાષામાં વર્તન કર્યું હતું અને તુરત દેશ છોડી દેવા કહ્યું હતું. ઇરાની ટીમ મેચ પછી તેના બેઝ કેમ્પ મેક્સિકો માટે રવાના થઈ હતી.

બેલ્જિયમને 1-1થી

ડ્રો પર અટકાવતું ઇજીપ્ત

વર્લ્ડ કપની અન્ય એક મજબૂત ટીમ બેલ્જિયમ પણ તેના પહેલા મેચમાં વિજયથી વંચિત રહી હતી. તેનો ઇઝરાયેલ સામેનો મેચ 1-1 ગોલથી ડ્રો રહ્યો હતો. 19મી મિનિટે ઇઝરાયેલે ગોલ કરી સરસાઈ મેળવી હતી. બીજા હાફમાં ઇઝરાયેલના જ ખેલાડી મોહમ્મદ હનીએ ઓનગોલ કર્યો હતો. આથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો અને અંત સુધી તેમાં કોઇ ફેરફાર થયો ન હતો.

ગ્રુપ એચના ગઈકાલના મેચમાં સાઉદી અરબ અને ઉરૂગ્વેની ટક્કર થઈ હતી. જે પણ 1-1થી ડ્રો રહ્યો હતો.

--------------

કેપ વર્ડેનો ગોલકીપર છવાયો: મજબૂત સ્પેન સામેનો મેચ ગોલ રહિત ડ્રો

ફીફા વર્લ્ડ કપ-2026માં યુવા સિતારા લામિન યમાલ, નિકો વિલિયમ્સ જેવા સ્પેનના ખેલાડીઓ ચર્ચામાં છે, પણ એક 40 વર્ષીય ગોલકીપરે પોતાના અદ્ભુત દેખાવથી આ તમામને ઝાંખા પાડી દીધા હતા. પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલ અજાણ્યા દેશ કેપ વર્ડેના ગોલકીપર વેજિન્હા સ્પેન વિરુદ્ધના મેચ બાદ દુનિયાભરના ફૂટબોલ ચાહકોનો હીરો બની ગયો હતો. ખિતાબની પ્રબળ દાવેદાર ટીમ સ્પેન અને કેપ વર્ડેનો મેચ ગોલ રહિત ડ્રો રહ્યો હતો. આથી સ્પેનની 1 અંકથી સંતોષ માનવો પડયો હતો. કેપ વર્ડેના ગોલકીપર વેજિન્હાએ ઓછામાં ઓછા શોટનો બચાવ કરીને સ્પેનને ગોલથી વંચિત રાખ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક