• બુધવાર, 17 જૂન, 2026

જૂનાગઢ-કેશોદમાંથી રૂ.3 લાખના દારૂના જથ્થા સાથે બે શખસ ઝડપાયા

કેશોદ/જૂનાગઢ તા.16: જૂનાગઢ અને કેશોદમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી રૂ.3 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે બે શખસને ઝડપી લીધા હતા. બંને શખસ પાસેથી કુલ રૂ.5. 50 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ પાંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતા  રવિ રાણા કોડીયાતર પોતાની સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરી સિંધી સોસાયટી વિસ્તારમાં આવેલા બુટલેગરના મકાને લાવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વહેલી સવારે સ્વીફટ કાર જી.જે.06 જે.કયુ.2225 આંતરી તલાશી લેતા તેમાંથી રૂ. 99630ની કિંમતનો 303 બોટલ દારૂ, 2 મોબાઇલ અને કાર સાથે રવિ રાણા કોડીયાતર તથા  ભરત હમીર કોડીયાતરને ઝડપી લીધા હતા.

પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાનના બબુળિયો બિશ્નોઇએ દારૂનો જથ્થો મોકલાવેલો અને તેનો માણસ ફોરચુનર કારમાં જૂનાગઢ નવા બાયપાસ ખાતે આપી ગયા તેમજ જૂનાગઢના કાના દાસાએ દારુ મંગાવેલો હોવાની કબુલાત કરતા ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે કેશોદ એરપોર્ટ ગેટ સામે વાસાવાડીમાં રહેતા રામા કોડીયાતર પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતારેલો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂ  તથા 1,320 બિયર ટીન મળી કુલ રૂ.1,99,152નો જથ્થો ઝડપી લીધો હતો. બુટલેગર રામા કોડીયાતર હાજર મળી આવ્યો ન હતો. આરોપી સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક