માતાને ખેતરે મજૂરી કરવા મોકલી પાછળથી પિતા તેની પુત્રી પાસે શરીર સંબંધ બાંધવા માગણી કરતો : વિકૃત પિતાની ધરપકડ
જામનગર,
તા.17 : જામનગર પંથકના એક ગામમાં સબંધોને શર્મસાર કરતો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. સગો પિતા પોતાની સગીર બાળકી પર અવારનવાર દુષ્કર્મ આચરતા અંતે દીકરીએ કંટાળી
માતાને સમગ્ર ઘટનાની જાણ કરતા માતાના પગ તળે જમીન સરકી ગઈ હતી. મામલો જામજોધપુર પોલીસ
મથક સુધી પહોંચ્યો હતો.
પ્રાપ્ત
વિગતો મુજબ જામનગર પંથકમાં દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેમાં પીડિતાની માતાએ જામજોધપુર
પોલીસ મથકમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેની પુત્રી જે હજુ ત્રણ મહિના પહેલાં
જ પુખ્ત વયની થઈ હતી, તેના પર સગા બાપે ત્રણ વર્ષ સુધી લલચાવી ડરાવી ધમકાવીને શરીર
સંબંધ બાંધવા માટે માગણી કરી પુત્રીની લાજ લૂંટી હતી. પીડિતાએ સમગ્ર મામલો પોલીસને
જણાવતા કહ્યું હતું કે, પિતા તેની માતાને ખેત મજૂરીએ મોકલી બાળકીની એકલતાનો લાભ લઈ
પાછળથી વારંવાર દુષ્કર્મ કરતો હતો અને શરીર સબંધ બાંધ્યાની કોઈને જાણ કરીશ તો જાનથી
મારી નાખીશ તેવી ગર્ભિત ધમકીઓ પણ આપતો હતો. પિતાના આવા હિંસક વલણના ડરથી સગીરાએ ત્રણ
વર્ષ સુધી સગા બાપનો અસહ્ય ત્રાંસ સહન કર્યો હતો બાદ પિતાની માગણી અને વિકૃતતા વધતા
પિતાના ત્રાંસથી કંટાળી સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતા માતાના પગ તળેથી
જમીન સરકી ગઈ હતી ને માતા પોતાની પીડિત પુત્રીને લઈને જામજોધપુર પોલીસ મથકે પહોચી હતી,
ત્યાં પુત્રીએ પોતાની આપવીતી જણાવતા માતા સહિતનો સમગ્ર પોલીસ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ચૂક્યો
હતો અને સગીરાની ફરિયાદ પરથી વિકૃત પિતાની શોધખોળ હાથ ધરી આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ
કર્યા બાદ જેલમાં હવાલે કરવામાં આવ્યો હતો. સગીરા સાથે બનેલો શર્મસાર કિસ્સો પ્રકાશમાં
આવતા લોક લજ્જાના ડરે માસુમ બાળકીએ નાનપણથી જ ભણતર છોડી દીધું હતું. પોલીસે જરૂરી કાગળો
તૈયાર કરી આ કેશની વધુ તપાસ જામજોધપુર પોલીસ મથકના પીઆઇ એન. બી. ચૌહાણ ચલાવી રહ્યા
છે.