• ગુરુવાર, 18 જૂન, 2026

‘તમે લોકો પરજીવી છો’: સાયબર અપરાધી પર સુપ્રીમ નારાજ

સીજેઆઈએ કહ્યું, જેલમાં રહો તેમાં જ સમાજની ભલાઈ

નવી દિલ્હી, તા.17 : સુપ્રીમ કોર્ટે આજે સાયબર છેતરપિંડીના એક આરોપીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે સાયબર અપરાધી ‘પરજીવી’ હોય છે જે લોકો પાસેથી મોટી રકમ ઠગતા હોય છે અને તેમને જેલમાં રાખવાથી જ સમાજનું ભલું છે.

સમાચાર એજન્સી અનુસાર મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતના નેતૃત્વવાળી બેન્ચે કહ્યું હતું કે તમે લોકો પરજીવી છો જે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઠગો છો. સાયબર અપરાધીઓ સાથે આપણને ઘણું કડક વલણ અપનાવવું પડશે. તમે આખા દેશના લોકોને શિકાર બનાવો છો.. તમે તામિલનાડુમાં કોઈને ઠગો છો અને પછી જમ્મુમાં શિકાર શોધો છો. તમે જેલમાં રહો તેમાં જ સમાજની ભલાઈ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક