દારૂની ખેપ દરમિયાન જાગતા રહેવા માટે ડોક્ટરના પ્રિક્રિપ્શન વગર નશાકારક ગોળીઓનું સેવન કરવામાં આવતું હતું
ગોંડલ,
તા.15: ગોંડલ તાલુકાના ભરૂડી ટોલનાકા પાસેથી
નશાકારક દવાઓ અને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.
પ્રાપ્ત
વિગતો મુજબ ભરૂડી ટોલનાકા પાસે આવેલ નીલકંઠ કોમ્પ્લેક્સ પાસે એક ફોર્ચ્યુનર કારમાં
નશાકારક ટેબ્લેટ્સ અને દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે
દરોડો પાડી તપાસ કરતા કારમાંથી પ્રતિબંધિત નશાકારક ગોળીઓ અને દારૂ મળી આવ્યો હતો. પકડાયેલા
શખસોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, દારૂની હેરાફેરી દરમિયાન જાગતા રહેવા માટે
તે ડોક્ટરના પ્રિક્રિપ્શન વગર આ નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ્સનું સેવન કરતો હતો. ઝડપાયેલ
આરોપીઓ કિરણ ચીમનભાઇ પટેલ રહે. વલસાડ મૂળ રહે. ગાંધીનગર અગાઉ પણ વલસાડ, નવસારી અને ડોલવાણ પોલીસ સ્ટેશનમાં
પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. જ્પારે
બીજા આરોપી નારણભાઇ બાબરીયા રહે. રતનપર, રાજકોટ. પાસેથી પોલીસે કુલ રૂ. 23,66,909ની
કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ્સ: 84.5 ગ્રામ કિંમત
રૂ. 7,55,000,બ્લેન્ડર્સ પ્રાઈડ વ્હિસ્કી: 93 નંગ બોટલ કિંમત રૂ. 92,387, ટોયોટા ફોર્ચ્યુનર
કાર કિંમત રૂ. 15,00,000 મોબાઈલ ફોન 03 નંગ સહિત નો મુદ્દામાલ કબજે કરી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં
આરોપીઓ વિરુદ્ધ ગઉઙજ એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં
આવી છે. કામગીરી એલ.સી.બી. પી.આઈ. જે.પી. રાવ, એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.એસ.આઈ. જી.જે.
ઝાલા, પી.એસ.આઈ. પી.બી. મિશ્રા અને તેમની ટીમો દ્વારા કરવામાં
આવી
હતી.