• શનિવાર, 16 મે, 2026

અર્શદીપની તિલક પર ‘અંધેરે’ કહી રંગભેદી ટિપ્પણીથી વિવાદ

શિવરામકૃષ્ણને અર્શદીપ પર પ્રતિબંધ મુકવાની માગ કરી

નવી દિલ્હી, તા.1પ: આઇપીએલમાં ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. પંજાબ કિંગ્સના બોલર અર્શદીપ સિંઘે મુંબઈ ઇન્ડિયન્સના બેટર તિલક વર્મા પણ વંશીય ટિપ્પણી કર્યાનો આરોપ છે. જેનો એક વીડિયો વાઇરલ થયો છે. આ બન્ને ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમના સાથી ખેલાડી છે. પંજાબ અને મુંબઇ વચ્ચે ધર્મશાલા વચ્ચે ગુરૂવારે મેચ રમાયો હતો. આ મેચ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અર્શદીપ તિલકને એવું કહે છે કે-ઓયે અંધેરે સનક્રીન લગાયા. આથી અર્શદીપ પર લોકો રંગભેદને આરોપ લગાવી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે તિલક વર્મા સાઉથ ઝોનનો ખેલાડી છે અને તેનો રંગ શ્યામવર્ણો છે.

અર્શદીપ આટલેથી અટકતો નથી. તે તિલક વર્માની તુલના મુંબઇના બીજા એક ખેલાડી નમન ધીર સાથે કરે છે. જે ઘરેલુ ક્રિકેટમાં અર્શદીપ સાથે પંજાબ તરફથી રમે છે. અર્શદીપ નમન સામે જોઇને તિલકને કહે છે કે યે દેખ રિયલ નૂર.

અર્શદીપની આ બન્ને ટિપ્પણી રંગભેદી હોવાનું સ્પષ્ટ થાય છે અને તેના પર બીસીસીઆઇ કડક સજાની ક્રિકેટ ચાહકો માગ કરી રહ્યા છે. આ મામલે પૂર્વ ખેલાડી શિવરામકૃષ્ણને અર્શદીપ પર પ્રતિબંધ મુકવાની બીસીસીઆઇ સમક્ષ માગ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક