અપસેટ કરી સાક્ષી ચૌધરી ક્વોલીફાય
નવી
દિલ્હી, તા.1પ: ભારતની સ્ટાર બોકસર અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન આ વર્ષે
રમાનાર કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની બહાર થઇ ગઇ છે. નિખત ઝરીન પ1 કિલો વર્ગના
ટ્રાયલમાં હારી ગઇ છે. દિલ્હીમાં આયોજિત નેશનલ સીલેક્શન ટ્રાયલના સેમિ ફાઇનલમાં નિખત
ઝરીન સામે સાક્ષી ચૌધરીનો 4-1થી શાનદાર વિજય થયો હતો.
બીજી
તરફ સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની પોતાની સીટ બૂક કરી લીધી છે. ફાઇનલમાં
તેણીએ મિનાક્ષી હુડ્ડાને હાર આપી હતી. સાક્ષી ઉપરાંત સચિન સિવાય (60 કિલો), પ્રીતિ
પવાર (પ4 કિલો) અને પ્રિયા ઘંધાસ (60 કિલો) કોમનવેલ્થ અને એશિયન ગેમ માટે કવલીફાય થયા
છે.
કોમનવેલ્થ
ગેમ્સ 23 જુલાઇથી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં અને એશિયન ગેમ્સ જાપાનના શહેર આઇચી-નાગેયમાં
19 સપ્ટેમ્બરમાં યોજાશે.