• શનિવાર, 16 મે, 2026

સુપ્રીમ કોર્ટમાં અઠવાડિયામાં બે દિવસ વર્ચ્યુઅલ સુનાવણી

રજીસ્ટ્રી અને સેક્શન બ્રાન્ચમાં વર્ક ફ્રોમ હોમ સંબંધિત નિર્ણય : પીએમ મોદીની અપીલની અસર

નવી દિલ્હી, તા. 15 : પીએમ મોદી દ્વારા ઈંઘણ  બચાવવાની અપીલ કરવામાં આવ્યા બાદ દેશભરમાં ધીરે ધીરે તેના ઉપર અમલવારી થઈ રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમા અઠવાડીયામાં બે દિવસ પુરી રીતે વર્ચુઅલ સુનાવણી કરવાનો નિર્ણય લેવાયો છે. નિર્ણય હેઠળ સોમવાર અને શુક્રવારના વીડિયો કોન્ફરન્સીંગના મારફતે કેસની સુનાવણી કરવામાં આવશે. જ્યારે મંગળવાર, બુધવાર અને ગુરૂવારના વકીલો અને અરજકર્તાઓ સામે વિકલ્પ રહેશે કે તેઓ ફિઝિકલી કે વર્ચુઅલ રીતે રજૂ થઈ શકશે. કોર્ટે કહ્યું હતું કે જજોએ એકમત થઈને નિર્ણય લીધો છે કે ઈંઘણના સદઉપયોગ માટે કાર પૂલિંગને પ્રોત્સાહન આપશે.

આ ઉપરાંત અઠવાડીયામાં બે દિવસ તમામ રજીસ્ટ્રી બ્રાન્ચ અથવા સેક્શનના 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમની અનુમતિ રહેશે. આ માટે અઠવાડીયાનું રોસ્ટર તૈયાર કરવામાં આવશે. જેથી કોર્ટનું કામકાજ પ્રભાવિત ન બને. નિર્ણયમાં આગળ કહેવામાં આવ્યું છે કે રજીસ્ટ્રી અધિકારી વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થાને કામના હિસાબે બંધ કરી શકશે અને બદલી શકશે. તેઓને લાગે કે કોઈ ખાસ બ્રાન્ચમાં ઓફિસમાંથી જ કામ કરવું જરૂરી છે તો તેના અનુરૂપ નિર્ણય લઈ શકાશે.

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ઈંઘણનો ઉપયોગ જરૂરીયાત અનુસાર જ કરવાની અપીલ કરી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વર્તમાન સંકટ અને દુનિયામાં વધી રહેલી ક્રૂડની કિંમતના કારણે પીએમ મોદી દ્વારા દેશના નાગરીકોને આ અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ પોતે પણ કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી દીધી  છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિભિન્ન રાજ્યના સીએમ અને મંત્રીઓએ પણ કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી છે.

 

 

કાળા કોટમાં પરજીવી : ફર્જી ડિગ્રી ધરાવતા વકીલો ઉપર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

CJI સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, CBI તપાસ થવી જોઈએ

નવી દિલ્હી, તા. 15 : દિલ્હીમાં ફર્જી ડિગ્રી ધરાવતા વકીલો મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે કાળો કોટ પહેરનારા ઘણા લોકોની ડિગ્રી ઉપર શંકા છે અને આ મામલે સીબીઆઈએ તપાસ કરવી જોઈએ.

એક કેસની સુનાવણી દરમિયાન સીજેઆઈએ મોટી ટિપ્પણી કરતા કહ્યું હતું કે વકીલાતમાં એવા ઘણા લોકો છે જેની ડિગ્રી શંકાસ્પદ છે. જરૂર પડયે કોર્ટ સીબીઆઈ તપાસનો આદેશ આપી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ન્યાયપાલિકા ઉપર હુમલો કરનારા પરોપજીવી ઘણા છે અને વકીલોએ તેનાથી દૂર રહેવું જોઈએ. સુનાવણી દરમિયાન અરજકર્તા વકીલની સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર પણ કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો અને વકીલાતના અનુશાસન ઉપર સવાલ કર્યો હતો. જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ આ દરમિયાન સવાલ કર્યો હતો કે શું સીનિયર એડવોકેટનો ટેગ માત્ર સ્ટેટ સિંબોલ છે કે ન્યાય વ્યવસ્થામાં ગંભીર ભૂમિકા ભજવવાની જવાબદારી છે ?હકીકતમાં આ કેસ હાઈ કોર્ટમાં સીનિયર એડવોકેટ નિયુક્તિ પ્રક્રિયા અને સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશ લાગુ કરવામાં વિલંબને લઈને દાખલ અરજી સંબંધિત હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક