ગોંડલ,
તા.14 : ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામે રહેતી એક 26 વર્ષીય પરિણીતાને પ્રેમસંબંધમાં
ફસાવી, તેના બિભત્સ વીડિયોનું ક્રીન રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરવાના મામલે ગોંડલ તાલુકા
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બીલીયાળા ગામના આરોપી હેમાંશુ હરેશભાઈ દેશાણીએ પરિણીતા
સાથે અગાઉ બંધાયેલા પ્રેમસંબંધનો ગેરફાયદો ઉઠાવી આ કૃત્ય આચર્યું હતું જ્યારે બન્ને
પરિવારોને આ સંબંધની જાણ થતાં પરિણીતાએ વાતચીત બંધ કરી દીધી હતી, જેનાથી ઉશ્કેરાઈને
આરોપીએ પરિણીતાને રૂબરૂ મળી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફોટા-વીડિયો ડિલીટ
કરવાના બદલામાં 50,000 રૂપિયાની ખંડણી માગી હતી.
પરિણીતાએ
ખંડણી આપવાનો ઇનકાર કરી સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી દીધી હતી. આ બાબતનો બદલો લેવા
માટે આરોપી હેમાંશુ દેશાણીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફેક આઈડી બનાવ્યું હતું અને તેના પર
પરિણીતાના ન્યૂડ વીડિયો તેમજ ફોટા વાયરલ કરીને તેને ઓનલાઇન બદનામ કરી હતી. આ ઘટનાની
જાણ સોશિયલ મીડિયા દ્વારા પરિવારને થતાં પરિણીતાએ હિંમતપૂર્વક કાયદાકીય પગલાં લીધાં
છે. હાલ ગોંડલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઈ.ટી. એક્ટ અને બ્લેકમેઇલિંગની ગંભીર કલમો
હેઠળ ગુનો નોંધી આગળની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક પ્રખર કુમારને સોંપી છે.