• શુક્રવાર, 15 મે, 2026

મોરબી : ફાયરિંગ-હત્યા પ્રયાસના ગુનામાં ત્રણ શખસ ઝડપાયા

ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કબજે કરાઈ : અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ

મોરબી, તા.14: ગત તા.11ના રાત્રીના ટીંબડી પાટિયા પાસે આવેલી બાલાજી હોટેલ પાસે ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ઈજા પામનાર શાહરૂખ ફિરોજ પઠાણએ આરોપી સાજીદ જેડા સાથે અગાઉ માથાકૂટ થયાનું મનદુ:ખ રાખી તમામ આરોપીઓએ ત્રણ કારમાં આવી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરિયાદી શાહરૂખ, અલીભાઈ અને સલીમભાઈને ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિશ કરી હતી. મોરબી તાલુકા પોલીસે આરોપીઓ નુરમામદ સાઉદીન જેડા (ઉં.વ.24), આસિફ ઇકબાલ સંધી (ઉં.વ.22) અને અસરફ ઉર્ફે બચલો સાઉદીન જેડા (ઉ.વ.32) એમ ત્રણ શખસને ઝડપી લઈને ગુનામાં વપરાયેલી સ્કોર્પીઓ કાર કબજે લીધી છે.

અન્ય આરોપીઓ સાજીદ સાઉદીન જેડા અને સમીર સાઉદીન જેડા ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે. સામાપક્ષે પણ ફાયરીંગની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં આરોપીઓ શાહરૂખ ફિરોજ પઠાણ, આમદ કાસમ કટિયા, વીરૂ હિતેશ રાઠોડ, સલીમ ફિરોજ પઠાણ અને અલી કાસમ કટિયાની અટક કરવા પર બાકી હોય આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક