(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.7: પાકિસ્તાનમાં ડ્રગ્સની તસ્કરી કરનારાઓનો આંતરરાષ્ટ્રીય સરહદેથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો વધુ એક વખત પર્દાફાશ કરાયો છે. રાજસ્થાનના બે શખસ પાકિસ્તાનથી ડ્રગ્સ લઈને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. તેમની પાસેથી રૂ.25 કરોડથી વધુનો મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીને આધારે વોચ ગોઠવીને કારમાં ડ્રગ્સનું સ્મગાલિંગ કરતા બે શખસને પકડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સના નેટવર્કનો ખુલાસો કરવામાં પોલીસને સફળતા મળી છે.
આ ઓપરેશનમાં ગુજરાત તથા રાજસ્થાન
એટીએસની સંયુક્ત ટીમે હાથ ધર્યુ હતું. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે રાજસ્થઆનના
બાડમેરના બે શખસ પાકિસ્તાનના દાણચોરો પાસેથી નશીલો પદાર્થ લઈને ગુજરાત તરફ ડિલિવરી
આપવા આવી રહ્યા છે. બન્ને રાજ્યોની એજન્સીઓએ જેસલમેર અને બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે
68 પર વોચ ગોઠવી હતી. સોમવારે સાંજે વાહન ચાકિંગ કરતા બાતમી મુજબની એક શંકાસ્પદ ઈકો
કારમાંથી પીળા રંગની થેલીમાં સંતાડેલો 5 કિલો જેટલો મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો
મળી આવ્યો હતો.
એટીએસની ટીમને ઝડપાયેલા શંકરરામ
રમેશરામ અને સલમાન લાલાખાનની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો મળી હતી. આ ડ્રગ્સ
પાકિસ્તાનના થારપારકર વિસ્તારમાં રહેતા ‘મસાત મુબારક’ નામના શખસે સરહદ પાર કરાવીને
બાડમેર જિલ્લામાં મોકલ્યું હતું. આરોપીઓએ ત્યાંથી આ જથ્થો મેળવી આગળ મોકલવાનું આયોજન
કર્યું હતું.
એટીએસ દ્વારા જણાવાયું કે, આ
સમગ્ર રેકેટ ક્રોસ-બોર્ડર સ્મગાલિંગનું એક સુવ્યવસ્થિત નેટવર્ક હતું, જેમાં આંતરરાષ્ટ્રીય
કનેક્શન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. વધુ તપાસ દ્વારા અન્ય સંડોવાયેલા તત્વોને શોધવાની
પ્રક્રિયા ચાલુ છે.