ગોંડલ,
તા.7 : હડમતાળા ગામે રહેતા મહિલા સરપંચના પતિ દિનેશ વિરડિયા સવારે ખેતીકામે બહાર ગયા
હતા અને પત્ની તથા પુત્ર સગપણ પ્રસંગે જેતપુર ગયા હતા અને પુત્રી જાનવી ગોંડલ યુએલડી
કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હોય હાલમાં વેકેશન હોવાથી ઘેર એકલી હતી.
દરમિયાન
સવારે આઠેક વાગ્યા આસપાસ દિનેશ વિરડિયાનાં મકાનના પાછળા દરવાજે ત્રણથી ચાર અજાણ્યા
શખસો આવ્યા હતા અને દરવાજો ખખડાવતા જાનવીએ પૂછતા અજાણ્યા શખસોએ સરવે કરવા આવ્યાનું
જણાવ્યું હતું અને આગલા દરવાજાના બદલે પાછલા દરવાજે આવવાનું પૂછતા અજાણ્યા શખસોએ તેના
પિતાએ પાછલા દરવાજેથી આવવાનું કહ્યંy હતું અને બાદમાં જાનવીએ તેના પિતા ઘરમાં સૂતા
હોય જગાડવાનું કહેતા અજાણ્યા શખસોએ ના પાડી હતી અને પાણી પીવા માટે માગતા જાનવીએ મોટર
ચાલુ કરવાનું જણાવી વાલ્વ ખોલી પાણી પી લેવાનું કહેતા અજાણયા શખસો નાસી છૂટયા હતા અને
બાદમાં જાનવીએ ફોન કરી પિતા દિનેશ વીરડિયાને જાણ કરતા દિનેશભાઈ તથા અન્ય ગ્રામજનો દોડી
ગયા હતા અને મકાનની પાછળ જઈ તપાસ કરતા ત્યાં ત્રણથી ચાર શખસના બુટ ચપ્પલનાં નિશાન જોવા
મળ્યા હતા અને બાદમાં ભાજપ કાર્યાલય અને પોલીસને જાણ કરી હતી. આ અંગે તાલુકા પોલીસે
તપાસ હાથ ધરી હતી.