• રવિવાર, 08 નવેમ્બર, 2026

સત્તાના ઠાઠથી દૂર રહી મંત્રી કૌશિક વેકરિયા અમરેલીની બજારમાં વેપારીઓ વચ્ચે પહોંચ્યા

ક્ષ          એસ.ટી. બસ સ્ટેન્ડથી રાજકમલ ચોક સુધી સામાન્ય નાગરિકની જેમ બજારમાં ફરી વેપારીઓના ખબર અંતર પૂછયાં

અમરેલી, તા.7 : દિવાળીના પર્વે અમરેલીની બજારોમાં ખરીદીની રોનક વચ્ચે ગુજરાત સરકારના ઊર્જામંત્રી કૌશિક વેકરીયાની સાદગીભરી મુલાકાતે વેપારીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.

દર વર્ષની પરંપરા જાળવીને આ વર્ષે પણ ઊર્જામંત્રી કૌશિક વેકરિયા સત્તાના હોદ્દાની ઔપચારિકતા અને મંત્રીપદના ઠાઠથી દૂર રહી સામાન્ય નાગરિકની જેમ અમરેલીના બજારમાં ફર્યા હતા. ન કોઈ મોટો કાફલો કે ના કોઈ વિશેષ સુરક્ષા અને ના સરકારી તામઝામનો દેખાડો... સીધા જ વેપારીઓ અને નાના ધંધાર્થીઓ વચ્ચે પહોંચીને તેમણે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ધંધા-રોજગારની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી.

અમરેલીના એસટી બસ સ્ટેન્ડથી રાજકમલ ચોક સુધીના મુખ્ય બજાર વિસ્તારમાં ઊર્જામંત્રી કૌશિક વેકરીયાએ વેપારીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. દુકાનદારો સાથે હળવાશભર્યા માહોલમાં સંવાદ સાધીને દિવાળીના તહેવારો દરમિયાન વેપાર કેવો ચાલી રહ્યો છે, ગ્રાહકોની અવરજવર કેવી છે અને નાના વેપારીઓને કેવા અનુભવો થઈ રહ્યા છે તે અંગે જાણકારી મેળવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક