• સોમવાર, 18 મે, 2026

ગુજરાતે જે સેક્ટરમાં પગ મૂક્યો તેમાં સફળતા મેળવવામાં ક્યારેય મોડું નથી કર્યું’

            કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ત્રાગડ સ્થિત ટેક સિટીનું લોકાર્પણ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.17: ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ લિમિટેડ દ્વારા નિર્મિત મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદની ભૂમિ પર આજે બે નવા આયામ શરૂ થયા છે, જેમાં મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને એક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સની જરૂરિયાત ઘણા સમયથી હતી અને આજે આપણે એક મહત્વનો માઈલ સ્ટોન પ્રાપ્ત કર્યો છે. ગુજરાતે જે સેક્ટરમાં પગ મૂક્યો તેમાં સફળતા મેળવવામાં ક્યારેય મોડું નથી કર્યું. ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસમાં હંમેશા મહત્વનો ભાગ ભજવ્યો છે અને ગુજરાતની વૈશ્વિક ઓળખની યાત્રા પણ અનોખી રહી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 1.5 બિલિયન ડોલરના રોકાણ સાથે તૈયાર થયેલું આ ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમ ગુજરાતનો પ્રથમ ઈંઋઇઈ પ્લેટિનમ-રેટેડ જઊણ ઈંઝ પાર્ક છે, જે કાર્યરત થયો છે. આ સાથે અઈંઈઝઊ દ્વારા મંજૂર ઋછઊખઈં સિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઈંઝ પાર્ક આગામી સમયમાં 70 હજારથી વધુ ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરશે.  તેમણે વધુમાં કહ્યું કે, ઇન્ડસ્ટ્રીઝનું જેટલું મજબૂત સ્ટ્રક્ચર ગુજરાતમાં છે તેવું બીજે ક્યાંય નથી. રાજ્ય સરકારે માત્ર ભૌતિક સુવિધાઓ જ નથી આપી, પણ પ્રો-એક્ટિવ રહીને ઉદ્યોગો માટે શ્રેષ્ઠ નીતિઓ પણ ઘડી છે. હવે આપણો પ્રયાસ સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતને 1થી 3 નંબર સુધી લાવવાનો છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્ર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભારત માટે રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો યોગ્ય ટાઉન પ્લાનિંગ ન થાય તો શહેરનો વિકાસ પણ યોગ્ય રીતે નથી થતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશને વિકાસની રાજનીતિનો સાચો રાહ બતાવ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં રોજગારીની અનેક નવી તકો ઊભી થશે અને અમદાવાદ હવે ઝડપથી એક ગ્લોબલ સિટી તરીકે ઉભરી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અગાઉ સિંગાપોર અને દુબઇનો સમય હતો, હવે ગિફ્ટ સિટીનો સમય છે. રાજ્ય સરકાર આવનારા 2 વર્ષમાં 1 લાખ કરતા વધુ રોજગારીનું સર્જન કરવા માંગે છે. સરકાર દ્વારા ખાસ કરીને એઆઈ અને સેમિકન્ડક્ટર માટે પોલિસી ઘડવામાં આવી છે.

ગણેશ હાઉસિંગ ગ્રુપના એમડી શેખર પટેલે તેમના નવા પ્રોજેક્ટ અને ભવિષ્યના રોડમેપ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આધુનિકતાના આ યુગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય ખૂબ જ જરૂરી બન્યો છે. વર્ષ 2021માં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું ભારત કેપિટલ થયું હતું અને ત્યારબાદ 2022માં ઋઈઈના ગ્રોથ માટે આ ટેક સિટી લાવવામાં આવી હતી. આઝાદી પછીના 50 વર્ષમાં ગુજરાત 1.0 અંતર્ગત જે વિકાસની વાતો થઈ હતી, તેનાથી આગળ વધીને હવે ગુજરાત 2.0’નો નવો જમાનો આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક