જૂનાગઢ,તા.3 : જુનાગઢ જિલ્લાના વંથલીમાં પ્રેમ સંબંધના મનદુ:ખમાં એક યુવાન ઉપર યુવતિના પિતાએ, ભાઇ સહિત ચાર શખ્સોએ લોખંડના સળિયા, ધોકકા, છરી વડે હુમલો કરી કરપીણ હત્યા કરાતા શહેરમાં સન્નાટો પ્રસરી ગયો હતો.પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી ચારેય શખ્સોને ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વંથલીમાં
રહેતા તાજીમ મુસા સોઢા ઉ.34 ને ત્યાંના મુસા અબદલ સવૅદીની પુત્રી ઇકરાના સાથે થોડા
સમયથી પ્રેમસંબંધ હોય આ મુદે છ માસ પહેલા યુવતિના પિતાએ તાજીમને ધમકી આપી હતી.તે અંગેની
પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
દરમિયાનમાં ગત રાત્રે તાજીમ મુસા
સોઢા, શકીલ જેઠવા અને તેના મિત્રો વંથલી રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ભલાઇશા પીરની
દરગાહ ખાતે બેઠા હતા તેવામાં મુસા અબદલ સવૅદી,અકરમશા હનીફશા સર્વદ્દી અને અરબાઝશા રફીકશા સર્વદી લોખંડના સળિયા
,ધોકા અને છરી સાથે ધસી આવી તાજીમ ઉપર હુમલો કર્યો હતો આ સાથે નાશ ભાગ મચી હતી હુમલાખોરોએ
તાજીમને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી અને શકીલ જેઠવાને
ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવની જાણ થતા મૃતકના પિતા
અને ભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં તાજીમ સોઢા ને વંથલી હોસ્પિટલમાં
ખસેડાયો હતો ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ અંગે મૃતકના પિતા મુસા અબદલ
સોઢાએ વંથલી પોલીસમાં ચારેય શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ
ધરી ચારેય શખ્સોને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.