• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

નિયમ પાલન કરો, નહીં તો ભારત છોડો મેટા અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર

નવી દિલ્હી, તા.3 : સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપને ફટકાર લગાવી છે કે ડેટા શારિંગની આડમાં કોઈ કંપની દેશના નાગરિકોના ગોપનીયતા અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં. સીજેઆઇ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે જો તમે ભારતીય નિયમોનું પાલન કરવા નથી માંગતા તો તમારે દેશ છોડી દેવો જોઈએ.

મેટા અને વોટ્સએપએ કોમ્પિટીશન કમિશન ઓફ ઇન્ડિયાના રૂ.213.14 કરોડનો દંડ ફટકારવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સીજેઆઇ સૂર્યકાંત, ન્યાયાધીશ જયમાલા બાગચી અને વિપુલ એમ.પંચોલીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે 9 ફેબ્રુઆરીએ આ મામલે વચગાળાનો આદેશ પસાર કરવામાં આવશે. કોર્ટે જણાવ્યું હતું કે આ દેશમાં ગોપનીયતાનો અધિકાર સખત રીતે સુરક્ષિત છે. ટેકનોલોજી જાયન્ટ્સની ગોપનીયતાની શરતો એટલી ચાલાકીથી ઘડવામાં આવી છે કે સામાન્ય નાગરિકો તેમને સમજી શકશે નહીં, જેના કારણે આ કંપનીઓ તેમનો ડેટા ચોરી કરવાનું ચાલુ રાખી શકશે. તે ટેકનોલોજી જાયન્ટ્સને એવા ગ્રાહકોનો ડેટા શેર કરવાની મંજૂરી આપશે નહીં જેમની સાથે તેમણે અપરંપરાગત કરાર કર્યા છે.

કોર્ટે પૂછ્યું હતું કે, ઓપ્ટ આઉટ કરવાનો વિકલ્પ ક્યાં છે ? જો વપરાશકર્તાઓ ડેટા શેર કરવા માગતા નથી, તો તેમને ઓપ્ટ આઉટ કરવાનો વિકલ્પ આપવો જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક