• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

U-19 વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી ઇંગ્લેન્ડ ફાઇનલમાં

સેમિ ફાઇનલમાં રસાકસી બાદ ઇંગ્લેન્ડનો 27 રને વિજય

બુલાવાયો તા.3: અન્ડર-19 વન ડે વર્લ્ડ કપના પ્રથમ સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 27 રને વિજય હાંસલ કરીને ઇંગ્લેન્ડ ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે. જયાં તેની ટકકર ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના બીજા સેમિ ફાઇનલ મેચની વિજેતા ટીમ સામે શુક્રવારે થશે. આજના સેમિ મુકાબલામાં ઇંગ્લેન્ડના 7 વિકેટે 277 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા ટીમ 47.3 ઓવરમાં 2પ0 રને ઓલઆઉટ થઇ હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ઓલિવર પિક 88 દડામાં 10 ચોક્કા-1 છક્કાથી 100 રન કરી આખરી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. આ સિવાય નિતેશ સેમ્યૂઅલે 47 અને આર્યન શર્માએ 34 રનની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મિંટો, મેની લૂઇસડેન અને રુલ્ફી એલબર્ટે 2-2 વિકેટ લીધી હતી.

અગાઉ અન્ડર-19 વર્લ્ડ કપ સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડ યુવા ટીમે કપ્તાન થોમસ રિયૂની આકર્ષક સદીની મદદથી નિર્ધારિત પ0 ઓવરમાં 7 વિકેટે 277 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. થોમસ રિયૂએ કેપ્ટન ઇનિંગ રમીને 107 દડામાં 14 ચોક્કા-1 છક્કાથી 110 રન કર્યાં હતા. તે રનઆઉટ થયો હતો. આ સિવાય ક્લેબ ફેકર્નોરે 40, જોસેફ મુર્સે 2પ અને ફરહાન અહમદે અણનમ 28 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી હેડન શીંકલર અને નાડેન કોરીએ 2-2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક