• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વર્લ્ડ કપ અગાઉ મુંબઇ અને કોલંબોમાં કાલે કેપ્ટન્સ ડે કાર્યક્રમ

મુંબઇમાં 12 અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન્સ ભાગ લેશે : મીડિયા સાથે વાતચીત અને ફોટો શૂટ થશે

મુંબઇ, તા.3: આઇસીસી ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં થવાની છે. એ પહેલા પ ફેબ્રુઆરીએ કેપ્ટન્સ ડે ઇવેન્ટ બે શહેર મુંબઇ અને કોલંબોમાં આયોજિત કરવામાં આવી છે. કેપ્ટન્સ ડે એક મીડિયા અને ફોટોશૂટ કાર્યક્રમ હોય છે. જેમાં બધી ટીમના કેપ્ટન મીડિયા સાથે વાતચીત કરે છે. મુંબઇમાં યોજનાર કેપ્ટન્સ ડે કાર્યક્રમ તા. પમીએ ગુરુવારે યોજાશે. તેમાં 12 ટીમના કપ્તાન હિસ્સા લેશે. ભારત, અફઘાનિસ્તાન, કેનેડા, ઇંગ્લેન્ડ, ઇટાલી, નામીબિયા, નેપાળ, ન્યુઝીલેન્ડ, સ્કોટલેન્ડ, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ ટીમના કપ્તાન સામેલ થશે. આ 12 કપ્તાનને બે-બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેઓ ટી-20 વર્લ્ડ કપની ટીમની તૈયારી અને રણનીતિ  વિશે મીડિયા સાથે ચર્ચા કરશે. ગ્રુપ-વનની પ્રેસ કોન્ફરન્સ ગુરૂવારે બપોરે 3-00 વાગ્યાથી અને ગ્રુપ-ટૂની પ્રેસ કોન્ફરન્સ 3-30 વાગ્યાથી શરૂ થશે. મુંબઇમાં આ કાર્યક્રમ વાનખેડે સ્ટેડિયમ ખાતે બીસીસીઆઇ સેન્ટરમાં આયોજિત થશે.

કોલંબોમાં પણ તા. પ ફેબ્રુઆરી ગુરુવારે કેપ્ટન્સ ડે કાર્યક્રમ આયોજિત થશે. જેમાં 8 દેશની ટીમના કેપ્ટન હિસ્સો બનશે. જેમાં શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, આયરલેન્ડ, નેધરલેન્ડ, ઓમાન, યૂએઇ અને ઝિમ્બાબ્વે ટીમના સુકાની સામેલ થશે. અહીં પણ 8 કપ્તાનને બે ગ્રુપમાં રાખવામાં આવ્યા છે અને તેનો ટીમની તૈયારી અને રણનીતિ પર પત્રકારો સાથે વાતચીત કરશે. ગ્રુપ એકની પત્રકાર પરિષદ 12-00 વાગ્યે અને ગ્રુપ બેની પત્રકાર પરિષદ 12-30થી શરૂ થશે. આ કાર્યક્રમ કોલંબોના મર્કટાઇલ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)માં આયોજિત થયો છે.

ટી-20 વર્લ્ડ કપનું આયોજન ભારતના પ શહેર અને શ્રીલંકાના 3 સ્ટેડિયમ થયું છે. ભારતમાં અમદાવાદ, મુંબઇ, કોલકતા, ચેન્નાઇ અને નવી દિલ્હીમાં વિશ્વ કપના મેચો રમાશે જ્યારે શ્રીલંકામાં કોલંબો અને કેન્ડીમાં મેચો રમાશે. કોલંબોમાં પ્રેમદાસા અને સિંહાલી સ્પોર્ટસ કલબ સ્ટેડિયમ પર વર્લ્ડ કપના મેચ આયોજિત થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક