• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજમાં દિવાળીના સમયે જ 200 પ્રોફેસરને છૂટા કરી દેવાયા

રાજ્યમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત પ્રોફેસરની કફોડી સ્થિતિ

અમદાવાદ, તા. 19:  રાજ્યમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત પ્રોફેસર્સને દિવાળીના સમયે છૂટા કરી દેવાયા પ્રોફેસરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ બેઝ અને એડહોક આધારિત 200 પ્રોફેસરને નોટિસ આપવામાં આવી છે. એન્જિનિયારિંગ અને પોલીટેકનિક કોલેજમાં વર્ષોથી પ્રોફેસર્સ ફરજ બજાવતા પ્રોફેસરોને દિવાળી સમયે નોટિસ આપી ‘કેમ ન છૂટા કરવા’ તે જવાબ માગવામાં આવ્યો છે. દિવાળી સમયે જ છૂટા કરી દેવાતા પ્રોફેસરોમાં રોષ સાથે ચિંતા છે. 

 આ દરમિયાન વહેલી તકે નોકરીમાંથી છૂટા કરવાનો ઓર્ડર રદ કરવામાં આવે તેવી માગ પ્રોફેસર દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે. સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજમાં 1998થી એડહોક આધારિત અને 2008થી કરાર આધારિત પ્રોફેસર અને લેક્ચરરની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રોફેસર અને લેક્ચરર અત્યારે જે કાયમી પ્રોફેસર છે તેના જેટલું જ કામ કરી રહ્યા છે. અમુક છેલ્લા 30થી વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છે. એટલે સમજી શકાય કે આ જે પ્રોફેસર અને લેક્ચરર છે તેમની આવકનો

આધાર પણ આ એક જ નોકરી છે પરંતુ દિવાળીના ગણતરીના દિવસ પહેલા જ ટેકનિકલ નિયામક કચેરી દ્વારા 200 કરતા પણ વધુ એડહોક અને કરાર આધારિત પ્રોફેસર અને લેક્ચરરને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. નોકરીમાંથી છૂટા કરવાનો ઓર્ડર કરવાનો ઓર્ડર કરતા પ્રોફેસરોની દિવાળી બગડી છે.

વિવિધ જિલ્લાઓની એન્જિનિયરીંગ કોલેજોમાં ફરજ બજાવતા 200 જેટલા પ્રોફેસરોને નોટિસ આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે કેટલાક પ્રોફેસરો નિવૃત્તિના આરે પહોંચ્યા ત્યારે નોટિસ મળી છે. ઉમર મોટી હોવાથી હવે પ્રોફેસરોને અન્ય જગ્યાએ નોકરી મળવી પણ મુશ્કેલ છે. જીપીએસસી પાસ કરી હોય તેના સમકક્ષ પ્રોફેસરો કામ કરી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક