• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

લીલિયા પંથકમાં સિંહણના મોતના પ્રકરણમાં વન વિભાગની આધુનિક ટેકનોલોજી દ્વારા તપાસ

આરોપી કરતા પણ વધુ સતર્ક નીકળ્યા વન વિભાગના કર્મચારીઓ

અમરેલી તા.18 : શેત્રુંજી વન્ય જીવ વિભાગની લીલિયા રેન્જ કાર્યક્ષેત્રમાં આવેલ મોટા કણકોટ ગામની સીમમાંથી  સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાતા મૃત્યુ વીજ શોકના કારણે થયું હોવાનું જણાયું. આથી વાઇલ્ડ લાઇફ રેન્જ દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં બે આરોપી ઝડપાયા હતાં. તેમની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આરોપીઓ દ્વારા પુરાવાનો નાશ કરવા વીજ શોક માટે ઉભા કરાયેલા પોલ ખેતરમાંથી દૂર કરી નખાયા હતાં. આ ઉપરાંત રાતના સમયે સિંહણના મૃતદેહનો બાજુના કણકોટ ગામની સીમમાં અવાવરું સ્થળે નિકાલ કરી દીધો હતો. સાયબર સર્વેલન્સથી બચવા માટે આરોપીએ જ્યારે વાડીમાંથી સિંહણના મૃતદેહને લઈ જવાયો ત્યારે કોઈ પણ પ્રકારનો મોબાઇલ ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ સાથે રાખી  હતી જેથી ટેકનિકલ સર્વેલન્સથી બચી શકાય. 

વન વિભાગના 40 ઉપરાંતના અધિકારી તથા કર્મચારીઓએ 600 જેટલા ખાનગી સર્વે નંબરોમાં ગેરકાયદેસર વીજ પ્રવાહનું સ્કેનીંગ કર્યુ હતું. હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ માટે સાઇબર ક્રાઈમ તથા અમરેલી ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી. આંબા ગામના જયરાજ રામકુભાઈ બોરીચા તથા તેના ભાગિયા સરદાર કાલીયા બગલને પકડવામાં સફળતા મળી.   રિકન્સ્ટ્રક્શન દરમિયાન વન વિભાગે એફ.એસ.એલ.ને સાથે રાખીને તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતાં.

વન વિભાગ અને પીજીવીસીએલની ટીમે આ વાઙી ખેતરની મુલાકાત લઈ તેનું વીજ કનેકશન રદ કરવામાં આવ્યું. આરોપીઓને અમરેલી જેલ હવાલે લીલિયા કોર્ટ મારફત કરાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક