ફાઇનલમાં થાઇલેન્ડની ખેલાડી સામે હારી
નવી
દિલ્હી તા.19: ભારતીય બેડમિન્ટન ખેલાડી તન્વી શર્માનું બીડબ્લ્યૂએફ વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં
ગોલ્ડ મેડલ જીતવાનું સપનું સાકાર થયું નથી. આજે રમાયેલા મહિલા સિંગલ્સના ફાઇનલમાં તન્વી
શર્માનો થાઇલેન્ડની ખેલાડી અન્યાપાત ફિચિતપ્રીચાસક સામે 7-1પ અને 12-1પથી પરાજય થયો
હતો. 16 વર્ષીય તન્વી આ પ્રતિષ્ઠિત બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચનારી સાઇના
નેહવાલ અને અપર્ણા પોપટ બાદની ભારતની ફકત ત્રીજી ખેલાડી બની હતી. જો કે તેણીને રજત
ચંદ્રકથી સંતોષ માનવો પડયો છે. ભારત માટે વિશ્વ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં
17 વર્ષ પછી આ પહેલો ચંદ્રક છે. આ પહેલા સાઇના નેહવાલએ 2008માં ગોલ્ડ અને 2006માં સિલ્વર
મેડલ જીત્યા હતા. જયારે અર્પણા પોપટે 1996માં સિલ્વર મેડલ જીત્યો હતો.