અજરબૈજાનમાં ભારતીય પર્યટકોની સંખ્યા 56 ટકા અને તુર્કીમાં 33 ટકા ઘટી
નવી
દિલ્હી, તા. 19 : મે મહિનામાં થયેલા ઓપરેશન સિંદૂર અને બાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે
તણાવ બાદ હવે તુર્કી અને અજરબૈજાનમાં ભારતીય પર્યટકોની સંખ્યામાં ભારે કમી આવી છે.
બન્ને દેશ દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનનો સાથ દેવામાં આવ્યો
હતો. જેના કારણે ભારતીયોમાં નારાજગી અને બહિષ્કારની ભાવના ઝડપથી વધી છે. જેની સીધી
અસર પર્યટન ઉપર જોવા મળી રહી છે.
અજરબૈજાનમાં
મેથી ઓગસ્ટ 2025 વચ્ચે ભારતીય પર્યટકોની સંખ્યામાં 56 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે
તુર્કીમાં આ ઘટાડો 33.3 ટકા રહ્યો છે. આ પહેલા બન્ને દેશમાં ભારતીય પર્યટકોની સંખ્યામાં
સતત વૃદ્ધિ થઈ રહી છે. 2024મા અજરબૈજાનમાં 2.44 લાખ ભારતીય પર્યટક પહોંચ્યા હતા જ્યારે
તુર્કીમાં 3.31 લાખ ભારતીય પર્યટક નોંધાયા હતા. જો કે ઓપરેશન સિંદૂર બાદ માહોલમાં બદલાવ
આવ્યો છ મેકમાયટ્રીપ અને ઈઝમાય ટ્રીપ જેવી ભારતીય ટ્રાવેલ કંપનીઓ દ્વારા તુર્કી અને
અજરબૈજાન જેવા દેશોની યાત્રાથી બચવાની સલાહ આપી હતી. 14 મેના રોજ મેકમાયટ્રીપે એક નિવેદનમાં
કહ્યું હતું કે ભારતીય યાત્રીઓમાં તુર્કી અને અજરબૈજાનના પાકિસ્તાન તરફી વલણથી ઉંડી
ભાવના જોવા મળી છે. છેલ્લા એક અઠવાડીયામાં અજરબૈજાન અને તુર્કી માટેના બુકિંગમાં
60 ટકાનો ઘટાડો આવ્યો. અજરબૈજાનમાં ઓગસટ 2024મા 1 લાખ ભારતીય પર્યટક પહોંચ્યા હતા.
જે મે-ઓગસ્ટ 2025મા ઘટીને 44,000 થયા હતા. આવી જ રીતે તુર્કીમાં પણ કમી આવી છે.