• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

આર્થિક રીતે આત્મનિર્ભર વ્યક્તિ ભરણપોષણ માગી શકે નહીં

રેલવે અધિકારી પત્નીની માગ ફગાવતાં દિલ્હી હાઇ કોર્ટનો ધ્યાન ખેંચતો નિર્દેશ

નવી દિલ્હી, તા. 18 : દિલ્હી હાઇકોર્ટે શનિવારે એક ધ્યાન ખેંચનારા ફેંસલામાં કહ્યું હતું કે, આર્થિક રીતે આત્મનિર્ભર અને સક્ષમ જીવનસાથીને ભરણપોષણ ન આપી શકાય.

સ્થાયી ભરણપોષણ સામાજિક ન્યાયનું એક માધ્યમ છે. સક્ષમ લોકોને અમીર બનાવવા કે તેમની આર્થિક બરાબરી કરવાનું સાધન નથી, તેવું વડી અદાલતે જણાવ્યું હતું.

જસ્ટિસ અનિલ ક્ષેત્રપાલ અને હરીશ વૈદ્યનાથનની વિભાગીય ખંડપીઠે કહ્યું હતું કે, ભરણપોષણ માગનારે વાસ્તવમાં તેને આર્થિક મદદની જરૂર છે તે સાબિત કરવું પડશે.

રેલવેમાં અધિકારી પત્નીના એક મામલાની સુનાવણી દરમ્યાન કમાતી પત્નીની ભરણપોષણની માંગ ફગાવતાં હાઇકોર્ટે કહ્યું હતું કે, આર્થિક રીતે આત્મનિર્ભર મહિલા ભરણપોષણ ન માગી શકે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક