કુઆલાલ્મપુર, તા.19: સુલ્તાન જોહોર કપ હોકી ટૂર્નામેન્ટના ફાઇનલમાં ભારતીય જૂનિયર હોકી ટીમનો ઓસ્ટ્રેલિયા સામે 1-2 ગોલથી પરાજય થયો હતો. આખરી મિનિટોમાં ભારત પાસે બરાબરીના ગોલનો શાનદાર મોકા હતા પણ 6 પેનલ્ટી કોર્નર વેડફી નાંખ્યા હતા.
ફાઇનલમાં
13મી મિનિટે ઇયાન ગ્રોબ્બેલારે ડ્રેગ ફિલ્કથી શાનદાર ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 1-0થી
આગળ કર્યું હતું. આ પછી 17મી મિનિટે અનમોલ એક્કાએ પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને ભારતને
1-1ની બરાબરી પર લાવી દીધું હતું. અંત સુધીની રસાકસી પછી ગ્રોબ્બેલારે પેનલ્ટી કોર્નરથી
ગોલ કરી ઓસ્ટ્રેલિયાને 2-1થી વિજેતા બનાવ્યું હતું. અંતિમ મિનિટમાં ભારતને સતત 6 પેનલ્ટી
કોર્નર મળ્યા હતા પરતું ઓસ્ટ્રેલિયન ગોલકીપરના શાનદાર બચાવને લીધે ભારત 2-2ની બરાબરી
કરી શક્યું ન હતું અને સુલ્તાન જોહોર કપના ખિતાબથી વંચિત રહી ઉપવિજેતાથી સંતોષ માનવો
પડયો હતો.