• રવિવાર, 19 ઑક્ટોબર, 2025

ડેનમાર્ક ઓપનમાં સાત્વિક અને ચિરાગની આગેકૂચ

સેમીફાઈનલની ટિકિટ મળી : લક્ષ્ય સેનની હાર

નવી દિલ્હી, તા. 18 : ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર પુરુષ યુગલ જોડીએ શુક્રવારે ડેનમાર્ક ઓપન સુપર 750 બેડમિંટન ટુર્નામેન્ટના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે જ્યારે લક્ષ્ય સેન પુરુષ એકલ ક્વાર્ટરફાઈનલમાં સીધી ગેમમાં હારી ગયો છે.

ટૂર્નામેન્ટમાં છઠ્ઠા ક્રમાંકના સાત્વિક અને ચિરાગની જોડીએ 65 મિનિટ સુધી ચાલેલા ક્વાર્ટર ફાઈનલમાં મોહમ્મદ રિફાન અર્દિયાંતો અને રહમત હિદાયતની ઈન્ડોનેશિયન જોડીને 21-18, 18-21, 21-16થી હરાવ્યા હતા. ભારતીય જોડી હવે ચીનના ચેન બો યાંગ અને યી લિયૂની જોડી થતા જાપાનના તાકુરો હોકી અને યુગો કોબાયાશી વચ્ચે થનારા અન્ય એક ક્વાર્ટર ફાઈનલ વિજેતા સામે ટકરાશે.

ઇ-પેપરના નવા શુલ્ક