બાબરા, તા.14: બાબરા તાલુકાના નીલવડા ગામે ખેતીકામ કરી ગુજરાન ચલાવતા બે પુત્રોની માતાનું ઈલેકિટ્રક શોક લાગતા મૃત્યુ થયું છે.
મળતી વિગત મુજબ નીલવડા રહેતા
મુકેશભાઈ જાગાભાઈ મેટાળીયાના પત્ની દયાબેન ઉ.વ.33નું ગત તા.ર/10ના રોજ ઈલેકિટ્રક શોક
લાગતા મૃત્યુ થયાનું બાબરા પોલીસમાં જાહેર થયું હતું. બાદ પોલીસ તપાસ અને ઈલેક્ટ્રિક
શોક મુદ્દે પી.જી.વી.સી.એલ. ટીમ દ્વારા તપાસ કરી શોક લાગતા મુદ્દે ચોક્કસ કારણ જાણતા
મહિલાને ઈલેકિટ્રક શોક ખેડૂતની મીટર સ્ટાટર ઓરડીમાં નહિ પરંતુ યુવરાજભાઈ કાનાભાઈ નાગલા
(રહે.નીલવડા, તા.બાબરા) દ્વારા પોતાના ખેતરમાં વાવેલ કપાસનો પાક જંગલી રોજ ભુંડથી બિન
અધિકૃત રીતે બચાવવા ખેતરના શેઢે મુકેલ ઈલેકિટ્રક તાર શોક લાગતા થયાનું ખુલતા અને બનાવ
બાદ વાડી માલિકે સ્થળ ઉપરથી વીજ વાયર સંકેલી લીધા અંગે મૃતકના પતિ દ્વારા પોલીસ ફરિયાદ
આપતા તપાસના ચક્રો ગતિમાન થયા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જંગલી
પશુઓથી ખેતરના પાકને બચાવવા ખેતર ફરતે મુકાયેલા વીજ તારથી શોક લાગતા સિંહ સહિત અન્ય
વન્ય પ્રાણીઓના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં
અનેક વખત બની છે. પરંતુ હવે આ વીજ તાર માનવોનો ભોગ લેવા લાગ્યા છે. ત્યારે આ પ્રકારના
અનઅધિકૃત વીજ તાર તેમજ ઉપકરણ સામે સંબંધીત સરકારી વિભાગે તપાસ હાથ ધરી પગલા લેવા જોઈએ
તેવી માંગ ઉઠી છે.