• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

વડતાલધામમાં 10 હજાર મહિલા કળશ-પોથી સાથે યાત્રામાં જોડાઇ

હાથીની અંબાડી ઉપર ‘પોથી’ યાત્રા, 200 શંખનાદ અને ઢોલ-નગારા અને બેન્ડની સુરાવલી સાથે મહોત્સવનો શુભારંભ

સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષે પહેલા પ્રાણપ્રતિષ્ઠા વખતે યોજેલી યાત્રાના માર્ગે જ યાત્રા યોજાઇ

વડતાલ, તા.7 :  સ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે આજથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. આજે મહોત્સવના પ્રથમ દિવસે પ્રભાતના પહોરમા સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષે પહેલા પ્રાણપ્રતિષ્ઠા વખતે યોજેલી યાત્રાના માર્ગે જ ફરી વખત હાથિની અંબાડીએ, ઢોલ-નગારા-ડિ.જે. અને બેન્ડની સુરાવલીસાથે દર્શનીય પોથિયાત્રા નીકળી હતી.  આ પોથિયાત્રામા 5100 કળશ, 5100 પોથી લઇને દેશ-વિદેશમાંથી આવેલા અસંખ્ય સ્ત્રી ભકિતો એક સરખા કાઠિયાવાડી સાડીના પોશાકમાં જોવા મળ્યા હતા. તેમજ       

200 શંખનાદો એ શંખનાદ કરી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. સાથે લાખોની સંખ્યામાં ઉપસ્થિત પુરુષ હરિભક્તો અને બાળકો પણ મા દિવ્ય પોથિયાત્રાના સાક્ષી બન્યા હતા

વડતાલધામ સ્વામીનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, તા. 7થી તા. 15 સુધી વિશ્વ વિખ્યાત તીર્થધામ વડતાલને આંગણે લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઝાલર રળિયામણી છે. આ ગૌરવ શિખર સમાન મહોત્સવના મંગલાચરણ સાથે હરિભક્તોના હૈયે હરખની હેલી ચડી છે.

આજે મહોત્સવના પ્રથમ દિવસે પ્રભાતના પહોરમાં સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષે પહેલા પ્રાણપ્રતિષ્ઠા વખતે યોજેલી યાત્રાના માર્ગે જ ફરી વખત હાથિની અંબાડીએ, હોલ-નગારા-ડિ.જે. અને બેન્ડની સુરાવલીસાથે દર્શનીય પોથિયાત્રા નિકળેલ જેમા વડતાલ પીઠાધિપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ મહોત્સવને અનેરો રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા- કિર્તનના રંગે રંગાવ્યા છે. એવા સંપ્રદાયના બે મૂળધન્ય સંતો નિત્યસ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) વક્તાપદે બિરાજમાન થવાના છે ત્યારે તેમની સાથે સંપ્રદાયના વડીલ સંતો ઘોડાગાડીમાં, પાર્ષદો અને યુવાન સંતો બળદગાડામા તેમજ 200 નવયુવાન બુલેટ બાઇક પર જોડાયા ત્યારે પોથીયાત્રાની શોભામા અભિવૃદ્ધિ થઈ હતી. આ પોથિયાત્રામાં 5100 કળશ, 5100 પોથી લઇને દેશ-વિદેશમાંથી આવેલા અસંખ્ય સ્ત્રી ભક્તો એક સરખા કાઠિયાવાડી સાડીના પોશાકમાં જોવા મડયા હતા તેમજ 200 શંખનાદોએ શંખનાદ કરી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતુ સાથે લાખોની સંખ્યામાં ઉપસ્થિત પુરુષ હરિભક્તો અને બાળકો પણ મા દિવ્ય પોથિયાત્રાના સાક્ષી બન્યા હતા. ખેડા જિલ્લાના નડિયાદમાં વડતાલ સ્વામીનારાયણ મંદિર સંકુલની બાજુમાં જ મહોત્સવ માટે 500 એકર જગ્યામા અલાયદી અને અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે.

મહોત્સવના પ્રારંભે ઠાકોરજી તથા આચાર્ય મહારાજનું વિવધ પૂજાપાની સામગ્રીથી પૂજન કરવામા આવ્યુ. મહારાજએ પોતાના વક્તવ્યમાં દિવ્ય આયોજન અંગે રાજીપો વ્યકત કરી શુભાશિષ આપ્યા હતા અને બાદમાં સદ્ગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ સદ્ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે બિરાજમાન થઈ કથા-વાર્તા-કિર્તનનો લાભ આપ્યો હતો. સાથે બપોરે 3 વાગ્યાથી મહાપૂજા, શુક્રવારે સવારે 8 વાગ્યે જનમંગલ અનુષ્ઠાન, સાંજે 5:30 વાગ્યે ઘનશ્યામ પ્રાગટયોત્સવ યોજાશે.

ઇ-પેપરના નવા શુલ્ક