ભાવનગર,
તા.25: ભાવનગર જીલ્લાના મહુવામાં લાતી બઝારમાં એક મકાનમાં રાંધણ ગેસનો સિલીન્ડર લીક
થતા ફાટયો હતો અને ધડાકો થતા આજુબાજુમાં લોકો ગભરાઈ ગયા હતા. બાટલો ફાટતા આગ લાગી હતી.
જેમાં ચાર લોકો દાઝી ગયા હતા. જેમાંના મુકેશભાઈ જગદીશભાઈ મકવાણા કતપર ગામના છે અને
તેઓ બનાવ બન્યો તેની પાસેના મકાનમાં કામ કરતા હતા. તેઓ તરત બાજુમાં બનાવ સ્થળે ગયા
હતા અને બચાવ કામગીરી દરમિયાન દાઝી ગયા હતા. આગની જાણ થતા મહુવા ફાયર બ્રિગેડ સ્ટાફ
ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઇજાગ્રસ્ત લોકોને
મહુવા દાખલ કરવામાં આવ્યા છે અને આગ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.