• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

માઈક્રોનના અઝખઙ પ્લાન્ટનું કાલે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

22,516 કરોડના રોકાણવાળો પ્લાન્ટ તૈયાર : જજઉ અને રેમ જેવી ચીજો બની શકશે

 

અમદાવાદ,તા.26 : ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન અઝખઙ (એસેમ્બલી, ટેસ્ટિગ, માર્કિંગ અને પેકાજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા “22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની અઝખઙ સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે. સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક અઝખઙ (એસેમ્બલી, ટેસ્ટિગ, માર્કિંગ અને પેકાજિંગ) સુવિધા છે જેમાં જજઉ (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના ઉછઅખ અને ગઅગઉ ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.

માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઇઓ, સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના અઈં પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ અઈં વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે.

 

ATMP પ્લાન્ટમાં કેવી રીતે કાર્ય થાય છે?

 

અઝખઙ પ્લાન્ટની કામગીરી વેફર ચીપ્સથી શરૂ થાય છે. સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની પ્રક્રિયા રેતીથી (જફક્ષમ) શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યોર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવાય છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણા આવરણો (લેયર્સ) તેના પર ચડાવવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. તેના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચીપ ગોઠવાઇ જાય છે. ત્યારબાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે જેને ચીપ કહેવાય છે. ચીપમાં મેમરી-સ્પીડની કામગીરી થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક