• રવિવાર, 05 મે, 2024

અવસાન નોંધ

દેહદાન

રાજકોટ: ઉપલેટા ખાતે થોડા સમય પહેલા વલ્લભભાઈ ટાંકનું અવસાન થતા તેમનું ચક્ષુદાન તથા દેહદાન જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરાવેલ. તે સમયે તેમના બેસણામાં પરિવારજનોને આશ્વાસન પાઠવવા, સર્ટિફિકેટ આપેલ. ઉપસ્થિત સૌ સંબંધીઓને અંગદાન, ચક્ષુદાન, ત્વચાદાન, દેહદાન અંગે સમજૂતી આપેલ તેમાંથી પ્રેરણા લઈ સભામાં ઉપસ્થિત નાથાભાઈ ગંગદાસભાઈ ટાંક રાજકોટ જનકલ્યાણ ટ્રસ્ટની ઓફિસે આવી દેહદાનનો સંકલ્પ પત્ર ભરેલ સમય જતા તે બીમાર પડતાં અમદાવાદ યુ. એન. મહેતા હોસ્પિટલમાં એડમિટ કરેલ. તેમની તબિયત અતિ નાજુક અવસ્થામાં પહોંચતા જ તેમનાં સંકલ્પ પત્રને ધ્યાને લઈ તેમના પુત્ર ભરતભાઈ, હરેશભાઈએ જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેનનો સંપર્ક કરી અમો ગાંધીનગર રહીએ છીએ અને ત્યાંથી દેહદાન કરાવવું છે, તેમ જણાવતા સદ્ગત અને પરિવારની લાગણીઓને ધ્યાનમાં લઈ તેમનું અવસાન થયે ગાંધીનગરના સરકારી દવાખાનામાં જ દેહદાન થઈ શકે તેવી વ્યવસ્થા જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા કરાઈ હતી. આ કાર્યમાં ગાંધીનગરના મહેશભાઈ વસાણી, દિનેશભાઈ દવેનો સહયોગ મળેલ.

 

ચક્ષુદાન

ધોરાજી : રાજ મોટરવાળા વિનુભાઈ રાદડિયાનાં માતુશ્રી ધોરીબેન ધરમશીભાઈ રાદડિયાનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન અને ડો.અંટાળા મેડિકલ ટીમે સેવાઓ બજાવી હતી. આ તકે પરિવારજનો વિનુભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજ રાદડીયા, વિપુલભાઈ રાદડિયા, વિશાલ રાદડિયા વગેરે ઉપસ્થિત હતા.

ચક્ષુદાન

રાજકોટ : ગૌતમભાઈ સોમૈયાનાં પત્ની કલાબેન તે સ્વ.લાભુબેન બાબુલાલ સોમૈયા (આટકોટવાળા)નાં પુત્રવધૂ, તે પૂજા, મિતનાં માતુશ્રી, તે સ્વ.કોકિલાબેન મણિલાલ કારીયા (બાબરાવાળા)નાં પુત્રીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સાંજે 5-30 કલાકે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.

રાજકોટ: લલિતાબેન જગજીવનભાઈ ચૌહાણ (ઉ.90) તે સ્વ.હરીશભાઈ, પ્રફુલાબેન વાઘેલાના માતુશ્રી, તે હંસાબેન ચૌહાણના સાસુ, તે હાર્દિકભાઈ, કેવલભાઈ ચૌહાણના દાદીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું તા.25ના સાંજે 5 થી 6, 25-ન્યુ જાગનાથ, 3 શક્તિ કોલોની, લલિતા નિવાસ, રાજકોટ છે.

રાજકોટ: હિરાબેન પ્રકાશભાઈ સરવૈયા (ઉ.48) તે પાર્થ અને પ્રિયાના માતૃશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

પોરબંદર: મુળ નેરાણા હાલ મુંબઈના બળવંતરાય રેવાશંકર જોષી (ઉ.90) તે તારામણીબેનના પતિ, તે નટવરભાઈ, ડો.લલીતભાઈ, સ્વ.ભાનુબેન જેઠાલાલ વ્યાસ (વિંજલપર), અનુબેન પુરૂષોત્તમ વ્યાસ (કલકતા), જશુબેન રતીલાલ મહેતા (લંડન), પુષ્પાબેન ગીરીજાશંકર મહેતા (કુતીયાણા) તથા સ્વ.હંસાબેન દિનેશભાઈ વ્યાસ (જામનગર)ના મોટાભાઈ, તે ગૌરાંગભાઈ, નીલમબેન, સોનલબેન, સ્વ.હેતલબેનના મોટાબાપુજીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.25ના 4 થી 5, અમૃતલાલ જોષી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ વિદ્યાર્થી ભવન પોરબંદર ખાતે રાખેલ છે.

પોરબંદર: ભરતભાઈ રામજીભાઈ બારાઈ (ઉ.66) તે બેજુલભાઈ, યોગીનીબેન હાર્દિકભાઈ ચૌટાઈના પિતાશ્રી, તે ચંદુભાઈ, અશોકભાઈ, રાજેશભાઈ, ભાવેશભાઈના ભાઈ, તે મનસુખભાઈ મથુરાદાસ ચંદારાણાના જમાઈનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના 5 થી 5-30, લોહાણા મહાજન વાડીના આદર્શ હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

રાજકોટ: જગદીશભાઈ કાંતિભાઈ ભટ્ટી તે હિમાંશુભાઈ તથા જલ્પાબેન નીતીનકુમાર સોલંકીના પિતાશ્રી, તે પ્રવીણાબેન તથા નીતીનકુમાર નરેશભાઈ સોલંકીના સસરા, તે અરૂણાબેન હસમુખભાઈ ચૌહાણ, કુસુમબેન બળવંતભાઈ અમરેલીયા, સરલાબેન રાજેશભાઈ વાઘેલા, ઉષાબેન ગીરીશભાઈ ચૌહાણના મોટાભાઈ, તે ધ્રુવી, અક્ષિત, રિદ્ધિ, કુલદીપના દાદાનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 4 થી 6, રાધેકૃષ્ણ મંદિર, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, રાજકોટ છે.

મોરબી: પ્રવિણચંદ્ર પ્રેમજીભાઈ બુદ્ધદેવ (ઉ.77) મુળ બાલંભા હાલ મોરબી તે અરૂણભાઈ, માલતીબેન ચેતનકુમાર સોમમાણેકના પિતાશ્રી, તે સ્વ.જમનાદાસ રૂગનાથ ભોજાણીના જમાઈનું તા.24ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.26ના સાંજે 4 થી 5, જલારામ મંદિર, મોરબી છે.

રાજકોટ: જ્યોત્સનાબેન મહેશભાઈ ભટ્ટી (ઉ.64) તે સ્વ.અમરશીભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, કમલેશભાઈના ભાઈ, તે મહેશભાઈના પત્ની, તે અમીતભાઈના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4 થી 6, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી, અજંતા પાર્ક સોસાયટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે.

રાજકોટ: મોરબી નિવાસી હાલ રાજકોટ વસંતલાલ ખંતિલાલ વોરા (રિટાયર્ડ ક્લાર્ક, શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર વવાણીયા)(ઉ.73) તે કનૈયાલાલ, મહેન્દ્રભાઈ, યોગેશભાઈ, પંકજભાઈના ભાઈ, તે જેવંતલાલ છોટાલાલ પારેખ (રંગપર બેલા)ના જમાઈ, તે જયશ્રીબેનના પતિ, તે મનીષભાઈ (શ્રીરામ ફાયનાન્સ), તૃપ્તિબેન તરૂણકુમાર જૈનના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે.

જામખંભાળીયા: સ્વ.અશોકભાઈ ભાણાભાઈ ખાણધર (અશોક એજન્સી) તે સ્વ.ભાણાભાઈ દેવજીભાઈના દીકરા, તે આણંદભાઈ, કાંતિભાઈના નાનાભાઈ, તે ચિંતનભાઈ, સાગરભાઈના પિતાનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 5 કલાકે ખંભાળીયા જામનગર હાઈવે સિદ્ધનાથ મહાદેવ મંદિર, વાછરા ડાડાના મંદિરે છે.

રાજકોટ: ચિતલ નિવાસી હાલ રાજકોટ માંડલીયા રાવલ નવીનભાઈ રવિશંકરભાઈ રાવલ (ઉ.79) તે સ્વ.રવિશંકરભાઈ છગનભાઈ રાવલના પુત્ર, તે સ્વ.ભાવનાબેનના પતિ, તે સ્વ.ચંદ્રકાંતભાઈ (દીવ), સ્વ.હરકાંતભાઈ (મુંબઈ), સ્વ.રજનીભાઈના નાનાભાઈ, તે સ્વ.બિપીનભાઈ (રાજકોટ)ના મોટાભાઈ, તે પૂનમ સુનિલભાઈ જોષી (રાજકોટ), જાનકીબેન રોહિતકુમાર ભટ્ટ (મણાર), પુજાબેન પ્રણયભાઈ જોષી (રાજકોટ)ના પિતાશ્રી, તે વિજયભાઈ (હાલ અમદાવાદ), નીતેશભાઈ (મુંબઈ)ના કાકા, તે જટ્ટાશંકર ત્રિકમજી વ્યાસ (અમરેલી)ના જમાઈ, તે પ્રાણભાઈ જટ્ટાશંકર વ્યાસ (અમરેલી)ના બનેવીનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સાંજે 4-30 થી 6, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ,

રાજકોટ છે.

રાજકોટ: ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.મુગટલાલ ગાંડાલાલ સંઘાણીના પત્ની અનસુયાબેન (ઉ.90) તે નિતીનભાઈ (બેંગ્લોર), ચેતનભાઈ, નિલેશભાઈ, માલુબેન ભરતભાઈ પારેખ (બેંગ્લોર), વંદનાબેન હિતેશભાઈ મહેતા (જામનગર)ના માતુશ્રી, તે સ્વ.સુધાબેન, સ્વ.કુમુદબેન, પ્રીતીબેનના સાસુ, તે સિદ્ધાર્થ, ભક્તિ પીનાકીન મહેતા, પ્રાંચી તથા દીપના દાદીનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સવારે 10 વાગ્યે, પ્રાર્થનાસભા એ જ દિવસે સવારે 10-30 થી 11-30, સંઘાણી ઉપાશ્રય, 10-દિવાનપરા, રાજકોટ છે.

જૂનાગઢ: ઉષાબેન સવજીભાઈ કોદાવલા (ઉ.51) તે ભાવિક (પોલીસ), મીતલબેન અને કાજલબેનના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.26ના સાંજે 4 થી 6, ભૂવનેશ્વર મહાદેવ મંદિર, સરકારી ગોડાઉન પાછળ, ગાંધીગ્રામ, જૂનાગઢ છે.

જૂનાગઢ: લતાબેન કિરીટભાઈ સાંગાણી (ઉ.69) તે કિરીટ લક્ષ્મીદાસના પત્ની, તે ખુશ્બુ રસેષ સેજપાલના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 5 થી 6, ભૂતનાથ સત્સંગ હોલ, ભૂતનાથ મહાદેવ મંદિર, જૂનાગઢ છે.

રાજકોટ: સ્વ.મણિલાલ વલ્લભદાસ પડીયાના પત્ની જશવંતીબેન (ઉ.96) તે કૃષ્ણકાંતભાઈના ભાભી, તે સ્વ.જગદીશભાઈ, સ્વ.હરકિશનભાઈ, સ્વ.મુકેશભાઈના માતુશ્રી, તે નરેશભાઈ, અમિતભાઈ, કેતનભાઈના દાદીનું અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સવારે 10 કલાકે શીતળા માતાના મંદિરે છે.

રાજકોટ: ખાંટ રાજપુત મનુભાઈ જેરામભાઈ પરમાર (ઉં.76) તે જયેશભાઈના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 4થી 6, બ્લોક નં.15-17, વિશ્વેશ્વર હાઉસિંગ સોસાયટી, શેરી નં.7, મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે છે.

રાજકોટ : મૂળગામ ફાટસરના વતની હાલ રાજકોટ ડાહીબેન હીરજીભાઈ સાપરીયા (ઉં.98) તે સ્વ.મગનભાઈ, પ્રફુલ્લભાઈ, સ્વ.નીલાબેન, હર્ષાબેન, નીતાબેન તથા રેખાબેનના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.26ના સાંજે 5થી 7, “ચામુંડા કૃપા’’, રઘુવીર સોસા. શેરી નં.2, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રાજકોટ : ખરેડી નિવાસી વલ્લભદાસ માધવજીભાઈ રાયચુરાના પુત્ર વૃંદાવનભાઈ (બાબાભાઈ) તે સ્વ.વિનોદભાઈ (સુરત)ના લઘુબંધુ, તે અનોપચંદ, સ્વ.રમેશભાઈ (ખરેડી)ના મોટાભાઈ, તે નારણભાઈ, ક્રિષ્નાબેન રાજેશકુમાર વસાણી (રાજકોટ)ના પિતાશ્રી, તે ગીરધરલાલ લાલજીભાઈ (જોડિયા)ના જમાઈનું તા.23ના ખરેડી મુકામે અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.25ના સાંજે 4થી 5, ખોરડેશ્વર મહાદેવ મંદિર, ખરેડી છે.

રાજકોટ : જ્યોત્સનાબેન મેરૂપરી ગૌસ્વામી તે મેરૂપરી રતનપુરી ગૌસ્વામીના પત્ની, તે કેતનપરી, અલ્પેશપરીના માતુશ્રીનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 6, ખોડિયારનગર, શાકમાર્કેટ ચોક પાસે, ગોંડલ રોડ, તેમના નિવાસ સ્થાને, રાજકોટ છે.

ધોરાજી: તુલસીદાસ ધરમશીદાસ લીંબડ (ઉ.85)(ગામ ધોરાજી) તે સ્વ.નિર્મળાબેનના પતિ, તે સ્વ.જીતુભાઈ, મનોજભાઈ, સ્વ.પારૂલબેનના પિતાશ્રી, તે વંશ અને વિશ્વાના દાદા, તે હરેશભાઈ, દિલીપભાઈ, નિખીલભાઈના કાકાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4 થી 6, ચામડીયા કુવા પાસે, દરજીની વાડી, ધોરાજી છે.

વેરાવળ: નર્મદાબેન દાવડા (ઉ.89) તે સ્વ.જમનાદાસ મોનજીભાઈ દાવડાના પત્ની, તે ભદ્રેશભાઈ, અનિલભાઈ, ભાવનાબેન મહેન્દ્રકુમાર ઠક્કર (બરોડા)ના માતુશ્રીનું તા.24ના અવસાન થયું છે. ઉઠમણું તા.25ના સાંજે 5 કલાકે, બિલેશ્વર મહાદેવ મંદિર (શિક્ષક કોલોની) વેરાવળ છે.

ઇ-પેપરના નવા શુલ્ક