• રવિવાર, 19 મે, 2024

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: કિરણબેન ચંદ્રેશભાળ રાજાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 510મું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજીના ખેડૂત અગ્રણી લીલાધરભાઇ વાલજીભાઇ માથુકિયાનું અવસાન થતા પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય લેતા માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા, સાગર સોલંકીને જાણ કરેલ હતી. તેમણે સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેરીયન અને મેડિકલ ટીમના રોહિત સોંદરવા સહકારથી સ્વિકાર્યું હતું. આ તકે જીતેન્દ્રભાઇ માથુકીયા, અરવિંદભાઇ,રોમીનભાઇ, ભરતભાઇ, જીતુભાઇ હિરપરા વગેરે ઉપસ્થિત હતા.

તાલાલા: માધુપુર ગિરના લખમણભાઈ ઉકાભાઈ બાલધા (ઉં.વ.97) તે દુર્લભભાઈના પિતાશ્રીનું તા.30મીએ અવસાન થયું છે. બેસણું તા.રના સવારે 8થી 6 પ્રાંચી રોડ, તેમના નિવાસ સ્થાન માધુપુર ગિર ખાતે છે.

રાજકોટ: મૂળ માંગરોળ નિવાસી હાલ ગેંડલ જસુમતીબેન જયંતીલાલ જોષી તે વ્યંકટેશભાઈ જોષી (રાજકોટ), ડો.રઘુવીરપ્રસાદ જોષી (ગોંડલ), હર્ષાબેન વિજયભાઈ ઓઝા (બેંગ્લોર), મેહુલભાઈ જોષી (માણાવદર)ના માતુશ્રીનું તા.ર8ના ગોંડલ મુકામે અવસાન થયું છે. બેસણુ તા.રના 4થી 6 ગોંડલ મુકામે, સોની સમાજ વાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ રાખેલ છે.

રાજકોટ : મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના સ્વ.હરિપ્રસાદ માનશંકરભાઈ રાજ્યગુરુનાં પત્ની પ્રવીણાબેન (ઉં.68) તે આનંદભાઈ, દેવેન્દ્રભાઈ, મીતાબેન, પ્રીતિબેનનાં માતા અને અશોક ગુણવંતરાય જોશી, કલ્પેશ ભરતભાઈ જોશી, હિનાબેન આનંદભાઈ રાજ્યગુરુ, અમીબેન દેવેન્દ્રભાઈ રાજ્યગુરુનાં સાસુ, નરેન્દ્રભાઈ માનશંકરભાઈનાં ભાભીનું તા.ર8ના અવસાન થયું છે.

બેસણું તા.રનાં સાંજે પથી 6 વિવાન ફ્લેટ, શાંતિ નિકેતન રેસિડેન્સી પાસે, પ્રમુખ સ્વામી આર્કેડની સામેની શેરી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અશોક જોશી 9723558530, મીતા જોશી 9429167989.

જામનગર: ચંદ્રિકાબેન ચંદુભાઈ ઈસ્લાણિયા (ઉં.71) તે ચંદુભાઈ દેવજીભાઈ ઈસ્લાણીયાના પત્ની, સોહિલભાઈ, મિનલબેન જયેન્દ્રકુમાર સીતાપરાના માતા, આરવના દાદી, વલ્લભદાસ કલ્યાણજીભાઈ કલોલિયા (રાજકોટ)ની દીકરી, બિપીનભાઈ, મુકેશભાઈના મોટા બહેનનું તા.ર9નાં અવસાન થયું છે. બેસણું તા.રના સાંજે પથી પ.30 પંચેશ્વર ટાવર, વિશ્વકર્માજીના મંદિર, જગ્યા નં.1માં જામનગર પિયર પક્ષનું બેસણું સાથે છે.

હર્ષદપુર: ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ હર્ષદપુર નિવાસી સ્વ.છેલશંકર જેશંકર જાનીના પુત્ર વિનોદભાઈ (ઉં.પ8) તે હરેશ છેલશંકર, પંકજભાઈ તથા કરૂણાબેન દિપકકુમાર જોશીના નાનાભાઈનું તા.ર9ના હર્ષદપુર ખાતે અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા.રના સાંજે 4 થી પ છે. મો.નં. 99247 92612

કોટડાસાંગાણી: અબ્દુલાભાઈ ફીદાઅલી સદીકોટ (ઉં.વ.73) તે અબાસભાઈ સદીકોટના ભાઈ, હાતિમભાઈ અબાસીભાઈ, તબશુબેન (જામનગર), શબાનાબેન, શકીનાબેન (કાલાવડ)ના પિતાનું તા.30ના કોટડા સાંગાણી મુકામે વફાત થયા છે. જીયારતના સિપારા તા.રના 11 વાગે હાતિમી મસ્જીદ કોટડાસાંગાણી છે.

રાજકોટ: ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના સતીષભાઈ જે. ઠાકરા માતુશ્રી વસંતબેન જયંતીલાલ ઠાકર (ઉં.88)નું તા.ર9મીએ અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા.રના સાંજે પથી 6 છે.

પોરબંદર: દામોદરભાઈ જાદવજીભાઈ પોપટ (ઉ.8પ) (મૂળ શાપુરવાળા) તે નરેશભાઈ, સ્વ.જગદીશભાઈ, નીતિનભાઈ, દિનેશભાઈ તથા સ્વ.દયાળજીભાઈ ધીરજલાલના ભાઈ, કિરણબેન કિશોરભાઈ ઠકરારના પિતાશ્રીનું તા.ર9ના અવસાન થયું છે. ઉઠમણુ તા.રનાં 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોનું સંયુક્ત છે.

રાજકોટ: નિર્મળાબેન પોપટભાઈ વડેરા (ઉ.8પ) તે પોપટભાઈ વિઠ્ઠલદાસ વડેરા (બેરાજા ભલસાણ)ના પત્ની, ભરતભાઈ, પ્રફુલભાઈ તથા જયશ્રીબેન દિલીપભાઈ મોદીના માતુશ્રી, હર્ષિદાબેન, કિશનભાઈ, હિરેનભાઈ અને દિશાબેનના દાદી, સ્વ.નાનજીભાઈ મકનજીભાઈ કારીયાની દિકરી, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.રમેશભાઈ, ગોપાલભાઈ, હરસુખભાઈ, ધીરજબેન તથા રીટાબેનના મોટા બહેનનું તા.ર9ના અવસાન થયું છે. બેસણુ અને પિયર પક્ષની સાદડી તા.રનાં સાંજે પ થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: ઝાલાવાડી સઈ-સુથાર દરજી જ્ઞાતિના નટવરલાલ પરશોતમભાઈ ગોહેલ (ઉ.71) તે (પૂર્વ પ્રમુખ), સ્વ. લલિતભાઈ (ગેલોર્ડ), ભુપતભાઈના નાનાભાઈ, હાલના જ્ઞાતિના પ્રમુખ કલ્પેશભાઈ એલ. ગોહેલ, રોહિતભાઈ, વિમેશભાઈ, રાજેશભાઈ, રમેશભાઈ, અલ્પેશભાઈ, પારસભાઈના કાકાનું તા.ર9નાં અવસાન થયું છે. બેસણુ તા.રનાં સાંજે 4 થી 6 પંચનાથ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ છે.

રાજકોટ: વેરાવળ નિવાસી હાલ રાજકોટ સ્વ.રમણીકલાલ હરીચંદ સરવૈયાના પુત્ર નવનીતભાઈ (ઉ.71) તે સ્વ.નરેન્દ્રભાઈ, રસિકભાઈ, વિનોદભાઈ, શોભાબેન, હર્ષિદાબેનના ભાઈ, રવિભાઈ (િતમિરભાઈ), પૂજાબેનના પિતાશ્રી, વિભાબેન, ભાવેશભાઈ બખાઈના સસરા, દુર્લભભાઈ હંસરાજભાઈ ગૌરાણાના જમાઈનું તા.ર9નાં અવસાન થયું છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ચોટીલા: મનહરલાલ ગાંડાલાલ પુજારા (ઉ.8ર) (િનવૃત્ત સીનીયર કલાર્ક, જીઈબી) તે સ્વ.બચુભાઈ, માણેકભાઈનાં નાનાભાઈ, સ્વ.જશુમતીબેન માણેક (રાજકોટ), ચીમનભાઈનાં મોટાભાઈ, પ્રફુલાબેન (વાંકાનેર), મહેશભાઈ, દિનેશભાઈ, શૈલેષભાઈનાં પિતાશ્રી, વેલજીભાઈ જસરાજભાઈ (વાંકાનેર)ના મોટા જમાઈનું તા.ર9 નાં અવસાન થયુ છે. બેસણુ, પિયર પક્ષની સાદડી તા.3નાં સાંજે 4 થી 6 મોચી સમાજની વાડી, શાત્રીનગર, ચોટીલા છે.

જૂનાગઢ: મૂળ પોરબંદર હાલ જૂનાગઢ નિવાસી તારાબેન જોષી (ઉ.8પ) તે સ્વ.ગોવિંદજી ઓધવજી જોષીના પત્નિ, દુષ્યંતભાઈ, પલ્લવીબેન યશપાલ જાડેજાના માતુશ્રી, હિનાબેનના સાસુનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રના સાંજે પ થી 7 નિવાસસ્થાન બી-1ર01, વિનાયક હાઈટ્સ, વિનાયક પાર્ક પાસે, ચોબારી રોડ, જૂનાગઢ છે.

ગઢડા (સ્વામીના): કાપરડી ગામ નિવાસી સાધુ રમાબેન આત્મારામભાઈ લશ્કરી (ઉ.7પ) તે કાપરડી ભુરખીયા હનુમાનજી મંદિરના મહંત આત્મારામબાપુ ગોવિંદરામબાપુના પત્ની, મહંત બળરામબાપુના ભાભી, પરેશભાઈ, ઉદયભાઈ, હિતેશભાઈ, જયશ્રીબેન રાજેશભાઈ (માંડવા)ના માતુશ્રી, ગૌતમભાઈ, સુરેશભાઈ, ચંદ્રકાંતભાઈના કાકી, ભક્તિરામભાઈ, હરેશભાઈ, હસમુખભાઈના ભાભુ, મનુભાઈ ચરણદાસ (અમરેલી), વિજયભાઈ ચરણદાસ (ઢસા)ના બહેનનું તા.ર7ના અવસાન થયું છે. બેસણુ તા.ર સવારથી સાંજ સુધી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક