• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: નિલેશભાઈ હસમુખભાઈ સોલંકીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 511મું ચક્ષુદાન થયેલ છે.

ચક્ષુદાન

ધોરાજી: સુપેનના મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (ઉં.35) તેઓ સુપેડી ગામે પીવાના પાણીના વાલ્વમેન તરીકે પોતાની સેવાઓ આપતા હતા. તેમને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા ધોરાજી સરકારી દવાખાને સારવારમાં આવતા ડોક્ટરે મૃત જાહેર કરેલ હતા. બાદમાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીએ પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજાવતા ચક્ષુદાનની મંજૂરી આપતા સરકારી હોસ્સ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયન ડો.આર.એમ.શાહ અને મેડીકલ ટીમના સભ્યોએ ચક્ષુદાન સ્વીકાર્યું હતું. આ તકે શ્યામ વાઘેલા, પ્રેમજીભાઈ વાઘેલા, વિપુલભાઈ વાઘેલા, અશ્વિનભાઈ પરેશા વગેરે ઉપસ્થિત હતા.

ધારી: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ ભરતભાઈ ભાનુશંકર મહેતા (ઉં.68) નિવૃત્ત જી.ઈ.બી. કર્મચારી જે હર્ષદભાઈ (નિવૃત્ત કૃષિ યુનિવર્સિટી), અશ્વિનભાઈ (સરસિયા હાઈસ્કૂલ), પ્રફુલ્લભાઈ (એ.જી.એમ.એસ.બેંક), ગીતાબેન આર. જોષી (જૂનાગઢ)ના ભાઈ, મેહુલભાઈ (જી.ઈ.બી.), વિશાલ (જી.ઈ.બી.), શોભાબહેન એસ. ઉપાધ્યાય કોડિનારના પિતાશ્રીનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.1પના સાંજે 4થી 6 બ્રહ્મસમાજની વાડી, રેલવે સ્ટેશન પાસે, ધારી છે.

રાજકોટ: પંકજભાઈ કલ્યાજીભાઈ સુરેલિયા (શ્રી શક્તિ પેટર્ન વર્કસ), તે સ્વ.કલ્યાણજી શામજી સુરેલીયા (ઈન્દોર પેટર્ન)ના પુત્ર, ભાવિન, ધારા વિશાલકુમાર બકરાણિયા (જામનગર)ના પિતા, નીતિન કલ્યાણજીભાઈ સુરેલિયા, હર્ષા જયવંતકુમાર પિલોજપરા (અમદાવાદ), હિનાબેન સુધીરકુમાર અનોવાડીયાના ભાઈનું તા.30ના અવસાન થયું છે. બેસણુ તા.રના સાંજે પથી 6.30 દરમિયાન રુક્મિણી હાઈટ્સ, બાલાજી હોલ પાછળ, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે છે.

ધારી: જૂનાગઢ નિવાસી (મૂળ ઢાંક) ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ રમાબેન પ્રાણલાલ વ્યાસ (ઉં.8પ) તે સ્વ. પ્રાણલાલ મૂળજી વ્યાસના પત્ની, જાગૃતિબેન અશ્વિનભાઈ મહેતા (ધારી), સોનલબેન ચિરાગભાઈ વ્યાસ (જૂનાગઢ)ના માતુશ્રીનું તા.ર9ના અવસાન થયુ છે. બેસણું તા.રનાં સાંજે પથી 7 જીયાંશ એપાર્ટમેન્ટ, કાલરીયા સ્કૂલ સામે, મોતીબાગ રોડ, જૂનાગઢ છે. મો.નં. 8758512408, 9428240046.

રાજકોટ: કપિલ રજનીકાંતભાઇ ત્રિવેદી તે રજનીકાંતભાઇ વસંતરાય ત્રિવેદીના પુત્ર,  શ્વેતાબેન ત્રિવેદીના પતિ, માહિના પિતાશ્રી તથા જીજ્ઞા, બીના, જ્યોતિ, આરતીના ભાઇ, સુરેશભાઇ દવેના જમાઇનું તા.1ના અવસાન થયું છે.

જામનગર: ભાણવડ નિવાસી હાલ જામનગર જ્યોત્સનાબેન અરવિંદભાઈ મહેતા (ઉં.77) તે અરવિંદભાઈ ભાનુલાલ મહેતાના પત્ની, તે સ્વ.અલ્પાબેન નિલેશભાઈ મહેતા, ડિમ્પલબેન મનીષભાઈ વારીઆના માતુશ્રી, તે અશોકભાઈ મહેતા તથા સ્વ.ભરતભાઈ મહેતાના ભાભી, તે સ્વ.રમેશચંદ્ર મહેતા, સ્વ.પ્રદિપભાઈ મહેતા, પ્રતિભાબેન કુંડલિયા, મુકેશભાઈ મહેતા, સ્વ.દિલીપભાઈ મહેતા અને પંકજભાઈ મહેતા (કો-કો બેંક)ના બહેનનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10 કલાકે મોટા ઉપાશ્રય, લાલ બાગની સામે, ચાંદીબજાર, જામનગરમાં છે. લૌકિક વ્યવહાર બંધ છે.

રાજકોટ: ભાવનગર નિવાસી હાલ રાજકોટ ઉષાબેન પ્રવીણચંદ્ર શેઠ (ઉં.78) તે સ્વ.પ્રવીણચંદ્ર ત્રિકમજી શેઠના પત્ની, તે સ્વ.બાપાલાલ કાનજી દોશી (રાજકોટ)ના પુત્રી, તે રૂપાબેન અતુલભાઈ ટોલિયા, રાખીબેન દેવેનભાઈ દોમડીયા, કોમલબેન નીમેષભાઈ વોરાના માતુશ્રીનું અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10થી 10-30 અને પ્રાર્થનાસભા 10થી 11-30, ગીતાંજલિ હોલ, જયનાથ હોસ્પિટલ સામે, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.ઠા.નૌતમલાલ પુંજાભાઈ કોટેચાના જયેષ્ઠ પુત્ર મનહરલાલ (મનુભાઈ) તે વિજયભાઈ, સંજયભાઈના ભાઈ, તે અંકુર, શીતલબેનના પિતાશ્રી, તે આરતી, દર્શિત, રાજન, વત્સ (ગોપાલ)ના મોટા પપ્પા, તે સ્વ.ગોપાલજી રવજીભાઈ કોટકના જમાઈનું અવસાન થયું છે. બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.2ના સાંજે 5થી 6, સંપનાથ મહાદેવ મંદિર, શાંતિનિકેતન એવન્યુ, અક્ષર રેસિડેન્સીની બાજુમાં છે.

જૂનાગઢ: જશવંતીબેન સુબા (ઉં.69) તે પ્રવીણભાઈના પત્ની, તે સંજયભાઈ, વર્ષાબેન મહેતાના માતુશ્રી, તે નિકુંજકુમાર કનુભાઈ મહેતા, આરતી સુબાના સાસુ, તે જૂનાગઢ નિવાસી મણીલાલ પોપટલાલ ખીમાણીના પુત્રી, તે ધર્મેશભાઈ, જયેશભાઈ, પરેશભાઈના બહેનનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના સાંજે 5થી 6, જાગનાથ મંદિર, જલારામ સોસાયટી ખાતે છે.

બગસરા: સ્વ.સોની કાંતિલાલ મણિલાલ ધોરડાના પત્ની લાભુબેન (ઉં.87) તે ઉષાબેન, પંકજબેન, રશ્મિબેન, બીનાબેનચના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.2ના તેમના નિવાસ સ્થાનેથી સવારે 9થી કાચલીયા શેરી, જૂની પોસ્ટઓફિસે રોડ, બગસરાથી નીકળશે. સાદડી તા.4ના સાંજે 4થી 6, જૂની ખત્રી સમાજની વાડી, ખત્રીવાડ, બગસરા ખાતે છે.

વિસાવદર: હીરાભાઈ મનજીભાઈ વૈશ્નવ (વાણંદ)(ઉ.77) તે સ્વ.વિઠ્ઠલભાઈ, સ્વ.વલ્લભભાઈ, હરીભાઈ, કાંતિભાઈ, મનજીભાઈના ભાઈ, તે જીતુભાઈ હીરાભાઈ વૈશ્નવ (રોયલ હેર આર્ટ)ના પિતાશ્રીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4 થી 6, જીવાપરા-વિસાવદર ખાતે રાખેલ છે.

જામનગર: સ્વ.અનુપચંદ જટાશંકર મહેતા (વાઘજીયાણી)ના પુત્ર ઉમેશભાઈ (ઉ.54)નું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સવારે 9 વાગ્યે જૈન ઉપાશ્રય, વારીયાનો ડેલો-ચાંદીબજાર ખાતે છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ગોંડલ : ગીરધરભાઈ વાલજીભાઈ જેઠવાના પુત્ર  કિશોરભાઈ (નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર),  તે રોહન તથા બિનલના પિતાશ્રી,  સ્વ.દિપકભાઈના ભાઈનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4-30 થી 6-30 લોહાણા મહાજન વાડી, 6-મહાદેવ વાડી ખાતે છે.

રાજકોટ:  નીતિનભાઈ રસિકલાલ દવે (ઉ.45), તે સ્વ. રસિકલાલ શિવલાલ દવેના પુત્ર, ચિરાગભાઈ, બિંદુબેન સૌરભકુમાર પંડયાના નાના ભાઈ, દીપાલીબેનના પતિ, દેવાંશી અને હિનલના પિતાશ્રી, જેતપુર નિવાસી ગજેન્દ્રભાઈ આર. જાની (કોર્ટ)ના જમાઈનું અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.2ના સાંજે 4 થી 6, સુંદરમ સિટી, મૈસુર ભગત ચોક, માધાપર ચોક પાસે છે.

રાજકોટ: લુહાર જયંતીભાઈ પરશોતમભાઈ પરમાર (ઉ.88), તે ધરમશીભાઈ ત્રિકમભાઈ ઉમરાણીયા (નિકાવા)ના જમાઈ, વિનોદભાઈ, ચંદુભાઈ, હસમુખભાઈ, હંસાબેન (લંડન)ના પિતાશ્રીનું તા.25મીએ હરિદ્વારમાં અવસાન થયું છે. બેસણું તા.2ના સાંજે 4 થી 6, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ પર છે.

અમરેલી: વાંઝા દરજી નરેશભાઈ વ્રજલાલ  ખોરસીયા (ઉ.વ.53),  તે જનકભાઈ, કુંદનબેન ભરખડા (રાજકોટ), ઉષાબેન જેઠવા(વડોદરા)ના ભાઈ, મિહિર, માધવ, ધારા, મિત્તલના પિતાશ્રીનું તા.1ના અવસાન થયું છે.બેસણું તા.2ના 4 થી 6,વાંઝા જ્ઞાતિ વાડી, તારવાડી રોડ, ઉપરનો વિભાગ, અમરેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક