• શનિવાર, 18 મે, 2024

ટેસ્ટ ક્રમાંકમાં ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન ગુમાવ્યું

વન ડે અને ઝ-20 ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા ટોચ પર યથાવત

દુબઇ, તા.3 : આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ટીમ ઇન્ડિયાએ ટોચનું સ્થાન ગુમાવ્યું છે અને બીજા સ્થાને ખસી ગઇ છે. આઇસીસીએ આજે નવી ટેસ્ટ ક્રમાંક યાદી વાર્ષિક અપડેટ સાથે જાહેર કરી છે. જેમાં વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ ટોચ પર પહોંચી છે. તેના 124 રેટિંગ પોઇન્ટ છે. જયારે 120 રેટિંગ પોઇન્ટ સાથે ભારત બીજા સ્થાને છે. વાર્ષિક અપડેટમાં 2020-21 સીઝનના પરિણામ હટાવી દેવામાં આવ્યા છે અને મે 2021 બાદની તમામ સિરીઝના પરિણામ સામેલ છે.

આઇસીસી ટેસ્ટ ક્રમાંકની નવી સૂચિમાં ઇંગ્લેન્ડ 10પ રેટિંગ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આ પછી દ. આફ્રિકા (103), ન્યુઝીલેન્ડ (96), પાકિસ્તાન (89), શ્રીલંકા (83), વેસ્ટ ઇન્ડિઝ (82) અને બાંગલાદેશ (પ3)ના ક્રમ આવે છે.

જો કે વાર્ષિક અપડેટમાં ટીમ ઇન્ડિયા વન ડે અને ટી-20 ફોર્મેટમાં ટોચ પર યથાવત છે. જેમાં મે 2023 પહેલા પૂરા થયેલા મેચોના પ0 ટકા અને એ પછીના મેચોના 100 ટકા અંક સામેલ છે. ભારતીય ટીમ ભલે વન ડે વિશ્વ કપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી, પણ તેની સરસાઇ ત્રણ રેટિંગ પોઇન્ટથી વધીને 6 અંકની થઇ છે. ટોચની ટીમ ભારતના 122 અંક છે. ઓસ્ટ્રેલિયાના 116 પોઇન્ટ છે. ત્રીજા નંબર પર દ. આફ્રિકા (112), ચોથા સ્થાને પાકિસ્તાન (106) અને પાંચમા ક્રમે ન્યુઝીલેન્ડ (101) છે.

 જયારે ટી-20 ક્રમાંકમાં ભારત ટોચ પર છે અને બીજા સ્થાન પર ઇંગ્લેન્ડને હટાવીને ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. દ. આફ્રિકા ટીમ આ ફોર્મેટમાં ચોથા ક્રમે છે. આ પછી ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન છે. પાક. ટીમ નુકસાન સાથે સાતમા સ્થાને ફેંકાઇ ગઇ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક