• શનિવાર, 18 મે, 2024

સુરત, ઈન્દોર અને હવે પુરીમાં કોંગ્રેસ હિટ વિકેટ !

ચૂંટણી લડવા ઉમેદવારનો ઈનકાર, પાર્ટીએ ફંડ ન આપ્યાનો આરોપ

નવી દિલ્હી, તા.4 : લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક ઝટકાનો દૌર સતત ચાલુ છે. સુરત, ઇન્દોર બાદ હવે પુરીથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. તેણે આરોપ લગાવ્યો કે પાર્ટી ચૂંટણી પ્રચાર માટે ફંડ આપી રહી નથી.

ઓરિસ્સામાં પુરી લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ કોંગ્રેસની ટિકિટ પરત કરતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસે ચૂંટણી લડવા ફંડ આપ્યું નથી. મેં પ્રચાર માટે પબ્લિક ફંડનો સહારો લીધો. મારાં કેમ્પેઇનમાં ઓછામાં ઓછા ખર્ચનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં આર્થિક રૂપે સંઘર્ષ કરતી રહી અને હવે એક પ્રભાવશાળી ચૂંટણી પ્રચાર કાયમ રાખી શકી નથી. સુચારિતાએ આરોપ લગાવ્યો કે મને પાર્ટીએ પ્રચાર માટે ફંડ આપ્યું નથી. વિધાનસભા ક્ષેત્રોમાં નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ અને બીજેડી પૈસાના પહાડ ઉપર બેઠા છે. તે મારા માટે મુશ્કેલ હતું. દરેક જગ્યાએ નાણાંનું અશ્લીલ પ્રદર્શન થઈ રહ્યંy છે. હું એ રીતે સ્પર્ધા કરવા નથી ઈચ્છતી. હું એક પીપલ ઓરિએન્ટેડ કેમ્પેઇન ઈચ્છતી હતી પરંતુ નાણાંના અભાવે તે શકય બન્યુ નથી. ભાજપા સરકારે કોંગ્રેસને પંગુ બનાવી નાખી છે. ખર્ચ પર અનેક પ્રકારનો પ્રતિબંધ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક