• શનિવાર, 18 મે, 2024

સેક્સકાંડ : વીડિયોમાં રેવન્ના સાથે દેખાયેલી મહિલાનું અપહરણ! પ્રજ્વલની મુશ્કેલીમાં વધારો : બળાત્કારનો ગુનો નોંધાયો

બેંગ્લુરુ, તા.3 : પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી.દેવગૌડાનાં પૌત્ર અને જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાનાં કથિત સેક્સકાંડમાં રોજ નવા વળાંક આવી રહ્યાં છે અને તેમની મુશ્કેલીમાં પારાવાર વધારો થઈ રહ્યો છે. કર્ણાટકનાં આ સનસનીખેજ સેક્સ ટેપ વિવાદમાં હવે પ્રજ્વલ સામે બળાત્કારનો કેસ નોંધાઈ ગયો છે. 

બીજીબાજુ કથિતરૂપે પ્રજ્વલનાં એક વિડીયોમાં તેમની સાથે જોવા મળેલી એક મહિલાનું અપહરણ થયાનો મામલો પણ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રજ્વલ રેવન્નાનાં આ સેક્સકાંડની તપાસ સીટ કરી રહી છે અને તેનાં દ્વારા જ બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભારતીય દંડસંહિતાની કલમ 376 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પહેલા કર્ણાટક સરકારનાં પૂર્વ મંત્રી એચ.ડી.રેવન્નાએ યૌન ઉત્પીડનનાં મામલામાં પોતાની સામે તપાસને ધ્યાને રાખીને આગોતરા જામીન માટે અરજી પણ દાખલ કરી દીધી હતી.

દરમિયાન આ ચકચારી પ્રકરણની તપાસ કરતી સીટે એક પીડિતાનાં પુત્રની ફરિયાદનાં આધારે આજે પ્રજ્વલ વિરુદ્ધ શોધખોળ અભિયાન પણ ઉપાડી લીધું હતું.

એક વાયરલ વીડિયોમાં રેવન્ના જેનું શોષણ કરતાં દેખાય છે તે મહિલાનાં પુત્રે પોતાની એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે, તેની માતાનું અપહરણ કરી લેવાયું છે. આ લાપતા મહિલાનાં પુત્રે ગુરુવારની રાતે મૈસૂર જિલ્લાનાં કે.આર.નગર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાડવામાં આવ્યો છે કે, રેવન્ના પરિવારનો એક પરિચિત ભોળવી-ફોસલાવીને તેની માતાને લઈ ગયો હતો. આ અપહરણકારની ઓળખ સતીશ બબન્ના તરીકે આપવામાં આવી હતી.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રેવન્નાનાં કહેવા ઉપર આ મહિલાને ગવાહી આપતી રોકવા માટે ઉઠાવી લેવામાં આવી હતી.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક