• શનિવાર, 13 એપ્રિલ, 2024

avsan nondh

ચક્ષુદાન - સ્કીન ડોનેશન

રાજકોટ: મારવાડી સુનીલભાઈ પ્રેમજીભાઈનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 467મું ચક્ષુદાન તેમજ 14મું સ્કીન ડોનેશન થયું છે. આ ચક્ષુદાન વિજયભાઈ ડોબરિયાના સહયોગથી થયું છે. ફેબ્રુઆરી 2022માં અગિયારમું (11) ચક્ષુદાન તથા બીજું (2) સ્કીન ડોનેશન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવ્યું છે.

ચક્ષુદાન

પોરબંદર: પોરબંદરમાં ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ સાથે વર્ષોથી સંકળાયેલા અને બીમાર, અશક્ત પશુઓની સેવા સારવાર માટે સતત દોડધામ કરતા આનંદભાઈ રાજાણીનાં માતા સવિતાબેન કાંતિલાલ રાજાણી(ઉં.72) જે આનંદ સિલેક્શનવાળા કાંતિલાલનાં પત્ની, હિતેષભાઈ અને આનંદભાઈનાં માતાનું તા.24ના અવસાન થયેલ છે. તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે.

રાજકોટ: ગો.વા.નરસીદાસ વાલજીભાઈ ફિચડિયા કોઠારીયા વાલાના જમાઈ તથા પ્રવીણભાઈ, રાજુભાઈના બનેવી ઉપલેટાવાલા જગદીશચંદ્ર પોપટલાલ રાજપરા (ઉં.75)નું તા.24ના અવસાન થયું છે. તેમનું સસરા પક્ષનું બેસણું સોમવારે સાંજે 4-30થી 6, શ્રી રામ ઝરૂખા મંદિર, સત્સંગ હોલ, કોઠારીયા નાકા પાસે, ખીજડા શેરી કોર્નર, રાજકોટ ખાતે છે.

રાજકોટ: આશિષ પેટ્રોલિયમવાળા ગુલાબભાઈ છગનલાલ પોપટ (ઉં.72) તે સ્વ.છગનલાલ અમરશી પોપટના પુત્ર, તે આશિષભાઈ, કૌશિકભાઈ (એડવોકેટ), નિશાબેન તન્નાના પિતા, તે કલ્પેશભાઈ, સ્વ.પરેશભાઈ, નિખિલભાઈ, કેવિનભાઈ, જયભાઈ, રાહુલભાઈ, પ્રેમના કાકા, તે સ્વ.ચત્રભુજભાઈ દામજીભાઈ ભૂપતકરના જમાઈ, તે તુષારકુમાર તન્ના, રિન્કુબેન, કોમલબેનના સસરા, તે આયુશી, દર્ષિત, નિશીત, પ્રશીતના દાદા અને સિયારાના નાનાનું તા.25ના અવસાન થયું છે.

મોરબી: રમેશભાઈ મકનભાઈ રંગપડિયા (ઉં.59) તે યોગેશભાઈ (પત્રકાર-ચક્રવાત, ગુજરાત મિરર) અને બીમલબેન પાર્થકુમાર કાનાણીના પિતા, તે મહેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.29ને ગુરુવારે સવારે 8થી 10, સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનન પાર્ક, રામકો બંગલો પાછળ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે છે તેમજ રાત્રે 8થી 10 રાજપર ગામ ખાતે નવા પ્લોટ વિસ્તારમાં મહેશભાઈ મકનભાઈ રંગપડિયાનાં ઘરે રાખેલ છે.

વેરાવળ: શાંતિલાલ પ્રભુદાસ નિમાવતનાં પત્ની કમળાબેન (ઉં.67) તે રાજેશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈનાં માતાનું તા.19ના અવસાન થયું છે.

પડધરી: સોની ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ પાલા (સામપરવાળા) હાલ પડધરીનું તા.26ના અવસાન થયું છે. તેમણે દેહદાન કરેલું હોવાથી અગ્નિ સંસ્કાર રાખેલ નથી. બેસણું તા.1ને શુક્રવારે પડધરેશ્વર મહાદેવનું મંદિર, પારસ સોસાયટી, પડધરી ખાતે સાંજે 4થી 6 રાખેલ છે.

ગોંડલ: મહંત પરમેશભારથીજી છોટુભારથીજી બાપુ સંતોષી માતાજીનું મંદિર (ભુજ-કચ્છ) જે ગોંડલ ભીમનાથ મહાદેવ મંદિર મહંત સ્વ.સુખદેવગીરીજી દોલતગીરીજી બાપુના જમાઈ, તે સ્વ.કૌશિકગીરી, જયપાલગીરીજીના બનેવીનું તા.26ના અવસાન થયું છે.

રાજકોટ: સ્વ.રતનકુમાર મજુમદારનાં પત્ની શિપ્રા રતનકુમાર મજુમરદાર, જે પ્રભાત મજુમદાર અને સ્નેહતા કુંડુનાં માતાનું તા.25ના અવસાન થયું છે.

રાજકોટ: અસ્માબેન યાહ્યાભાઈ ગાંધી તે ઈસ્માઈલભાઈ, મુસ્તાકભાઈ, આબીદભાઈ, સૈફુદ્દીનભાઈ, મુસ્તફાભાઈ, રેહાનાબેન, શકીનાબેન (મુંબઈ)નાં માતાનું તા.24ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક