• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

avsan nodh

જામજોધપુરના પત્રકાર બાબુભાઈ પાથરના પિતાનું અવસાન

જામજોધપુર: જામજોધપુર પ્રેસ પ્રતિનિધિ બાબુભાઈ અરજણભાઈ પાથર, સુરત નિવાસી ધીરૂભાઈ પાથર તથા મુકેશભાઈ પાથરના પિતા અરજણભાઈ સાજણભાઈ પાથર (ઉં.92)નું તા.22ના રોજ સુરત મુકામે અવસાન થયું છે. બેસણું સુરત મુકામે તા.24ને શનિવારે સાંજે 8થી 10, એ-203, બિલ્ડિંગ, સુમન શ્રેષ્ઠ ગોવિંદજી હોલ સામે, ડભોલી, કતારગામ સુરત ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા-જામજોધપુર મુકામે તેમનાં નિવાસસ્થાને તિરુપતિ સોસાયટી, સત્સંગ હોલ પાસે, બ્રહ્માકુમારીઝ શેરી ખાતે તા.1ને રવિવારે રાખેલ છે.

 

 

ચક્ષુદાન

રાજકોટ: અનિલભાઇ પુંજાભાઇ લુણસીયાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 795 ચક્ષુદાન થયેલું છે. ચક્ષુદાન જયભાઇ માધડ શિવમ સાર્વજનિક ટ્રસ્ટ- ગોંડલના સહયોગથી થયું છે.

રાજકોટ: નિર્મળાબેન રમણીકલાલ બગડાઈ (ઉં.80)નું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.24ને શનિવારે સાંજે 4થી 5, બ્રહ્મપુરી વાડી, દિવાનપરા મેઈન રોડ, કોટક શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

જસદણ: ખારચિયા (હનુમાન) નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.ભાનુશંકર દિવ્યશંકર વ્યાસના પુત્ર હિંમતભાઈ (ઉં.64) તે સ્વ.જયંતીલાલ, કનુભાઈ, સ્વ.હસમુખભાઈ, પ્રતાપભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.ગૌરીશંકરના નાનાભાઈ તથા સ્વ.જયંતીભાઈ કાનજીભાઈ જોષી (જસદણ)ના જમાઈ અને આનંદભાઈ, રાજુભાઈના બનેવી તેમજ યોગેશના પિતાનું તા.19ના અવસાન થયું છે.

જામખંભાળિયા: શાંતાબેન કારિયા તે સ્વ.દેવજીભાઈ ખીમજીભાઈ કારિયાના પત્ની તથા ઠા.ગોરધનદાસ કારિયાના માતુશ્રી તથા વિજય, બ્રિજેશ અને સેજલના દાદી અને ધૈર્ય, દ્રિશિવના પરદાદીનું તા.23ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.24ને શનિવારે સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાન ઝવેરી બજાર, મહાકાલી હોટલ પાસેથી નીકળશે. પ્રાર્થનાસભા તા.24ને શનિવારે સાંજે 5થી 5-30, શરણેશ્વર મહાદેવ મંદિર, લુહારશાળ ખાતે

રાખેલ છે.

રાજકોટ: જગદીશભાઇ શાહ તે સ્વ. નેમચંદ છોટાલાલ શાહ (ખંભાતવાળા)નાં પુત્ર, સુધાબેનનાં પતિ, દીપા ભવ્યેશકુમાર શેઠ, રવિ, ચાંદનીના પિતા, સ્વ. કૃષ્ણકાંતભાઇ, સ્વ. બલભદ્રભાઇ, ભરતભાઇ, પ્રફુલ્લભાઇ, નલીનભાઇ તથા પંકજભાઇનાં ભાઇ, સ્વ. અમૃતલાલ અંબાલાલ શાહ (બોડેલી વાળા)નાં જમાઇનું તા.23ના અવસાન થયું છે.

જામનગર: કાંતિલાલ લક્ષ્મીદાસ પોપટ (ઉં.67) તે સ્વ. શારદાબેન અને સ્વ.લક્ષ્મીદાસ (નાથાલાલ) પોપટના પુત્ર, રમેશભાઇ, જીતેશભાઇ, કમલેશભાઇ, અશ્વિનભાઇ, સ્વ. કિર્તીબેન હસમુખરાય દતાણી (ખંભાળિયા) અને ઇલાબેન કિશોરકુમાર દતાણી (રાજકોટ)ના ભાઇનું તા.23ને શુક્રવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.24ને શનિવારે સાંજે 5થી 5-30  પાબારી હોલ, તળાવની પાળ, જામનગર

ખાતે છે.

રાજકોટ: ચંદનબેન પંડયા (ઉં.68) તે બળવંતરાય કાંતિલાલ પંડયાના પત્ની, જલ્પા તથા અંકિતાના માતા, સ્વ. ચિંતનકુમાર તથા હાર્દિકુમારના સાસુનું તા.22ના  અવસાન થયું છે. બેસણું તા.24ને શનિવારે સાંજે 4થી 6 રાજ રાજેશ્વર મંદિર, સંતોષ પાર્ક મેઇન રોડ, નાણાવટી ચોકથી અંદર, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

જામનગર: દિલીપભાઇ દોશી (ઉં. 72) તે સ્વ. પોપટલાલ વાઘજી દોશીનાં પુત્ર, હર્ષિદાબેનના પતિ, સ્વ. કિશોરભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. સતિષભાઇ તથા સ્વ. દિપકભાઇનાં ભાઇ, વૈશાલી, મિતલ તથા શ્રદ્ધાના પિતા, કાર્તિકકુમાર, અંકિતકુમાર તથા પ્રશાંતકુમારના સસરા, સ્વ. જયચંદ તલકશી ફોફરીયાના જમાઇનું તા.22ને ગુરુવારે અવસાન થયું છે. ઉઠમણું તા.24ને શનિવારે સવારે 10 વાગ્યે લીમડાવાળા ઉપાશ્રય, મોટી પોસ્ટ ઓફિસ પાસે, ચાંદી બજાર, જામનગર ખાતે છે. લૌકીક વ્યવહાર બંધ છે.

જામનગર: સુરેશકુમાર વોરા તે ધીરજલાલ વિઠ્ઠલજી વોરાના પુત્ર, મધુબેનના પતિ, સ્વ. પ્રતાપભાઇ, વિનોદભાઇ, સ્વ. મહેશભાઇ, હર્ષદભાઇ, બીપીનભાઇ, સ્વ. વસંતબેન, સ્વ. ઉષાબેન, રુક્મિણીબેન તથા  ડોલરબેનના ભાઇ તથા વિલ્પા સરજુ દોઢિયા, હેતલ સમીર મેતા, જીજ્ઞા જૈનીશ વોરા, શિલ્પા મિતલ વોરા તથા અંકિતા ધવલ શેઠના પિતા તથા મનસુખલાલ જેઠાલાલા મેતાના જમાઇનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.24ને શનિવારે સવારે 10 વાગ્યે શ્રી જ્યોતિ વિનોદ ઉપાશ્રય (પઠા શાળા), ચાંદી બજાર મેઇન, પોસ્ટ ઓફિસની સામે છે.

રાજકોટ: નિર્મળાબેન રમણિકલાલ બગડાઇ (ઉં.80)નું તા.23ના  અવસાન થયું છે. બેસણુ: તા.24ને શનિવારે બપોરે 4થી 5 બ્રહ્મપુરી વાડી, દિવાનપરા મેઇન રોડ,  કોટક શેરી, રાજકોટ ખાતે છે.

રાજકોટ: સોની પ્રવિણચંદ્ર રૂગનાથભાઈ રાણપરા (ઉ.વ.74) તે સ્વ. રૂગનાથભાઈ દેવચંદભાઈ રાણપરા(ન્યારાવાળા) ના પુત્ર, મણીલાલના મોટાભાઈ, કાનાભાઈ, વિજય, હરેશ, ધવલ, ભાવના તથા ધર્મિષ્ઠાના પિતા તેમજ સ્વ. ગોરધનદાસ ધનજીભાઈ પાટડીયા(વાંકાનેરવાળા) તથા સ્વ. તારાચંદભાઈ ખુશાલભાઈ પારેખ (રીબડાવાલા) ના જમાઈનું  તા.22ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા. 24ને શનિવારે બપોરે 3:00 થી 4:30 શ્રી ઝાલાવાડી સોની સમાજની વાડી, યુનિટ નં.2, ખીજડા શેરી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક