દેહદાન
અમરેલી:
ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી સંદીપ સોલંકીના દાદી તથા જાળીયાના ખોડાભાઇના
85 વર્ષના માતા, રાણીમાં સોલંકીનું ગત તા.8ના
ટૂંકી બીમારીના અંતે અવસાન થયું હતું. પરિવારજનોએ તેમના અવસાન બાદ માનવ કલ્યાણ અને મેડિકલ ક્ષેત્રના અભ્યાસાર્થે દેહદાન
કરવાનો સંકલ્પ લઇ સમાજને સકારાત્મક સંદેશ આપ્યો હતો. તા.9 જાન્યુઆરીના શાંતાબા મેડિકલ
કોલેજ ખાતે રાણીમાં સોલંકીનો દેહ વિધિવત્ રીતે દેહદાન કરવામાં આવ્યો હતો.
ચક્ષુદાન
રાજકોટ:
મહેશભાઇ ધીરજલાલ મેહતાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાવેલું
છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં
કુલ 791 ચક્ષુદાન થયેલું છે.
અમદાવાદ:
વડનગરા નાગર ભારતીબેન રઘુવીરભાઈ ખારોડ (ઉં.વ.84)નું શનિવાર તા.17ના અવસાન થયું છે.
બેસણુ તા.18ના સાંજે 4.30 થી 6.30 ક્લબ હાઉસ, સોમેશ્વર કોમ્પલેક્ષ-1, શ્યામલ ચાર રસ્તા,
13ર ફૂટ રિંગ રોડ, અમદાવાદ ખાતે છે.
રાજકોટ:
ભરતભાઈ ચોટાઈ (ઉં.60) તે સ્વ.પ્રભુદાસભાઈ કુરજીભાઈ ચોટાઈ તથા સ્વ.જયાબેનના પુત્ર, માલતીબેનના
પતિ, નિશિત તથા મેઘનાબેનના પિતા, જેન્તીભાઈ, પ્રવિણભાઈ તથા અનિલાબેનના ભાઈ, ધનંજયકુમારના
સસરાનું તા.17ને શનિવારે અવસાન થયુ છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.19ને સોમવારે
સાંજે 4 થી પ પ્રાર્થનાસભા હોલ, નાઈન્થ એવન્યુ એપાર્ટમેન્ટ, નાણાવટી ચોક, 1પ0 ફૂટ રિંગ
રોડ, રાજકોટ ખાતે છે.
જૂનાગઢ:
પંકજભાઇ જેન્તીભાઇ અજમેરા (ઉ.73) તે સરોજબેનના પતિ તથા ફાલ્ગુનબેન (િદલ્હી), સેજલબેન
(અમદાવાદ) અને રત્નાબેનના પિતા તેમજ હિતેશભાઇના વડીલબંધુ, પ્રતિમાબેન હસમુખ મહેતા અને ભાવનાબેન રશ્મિભાઇ બોઘાણીના લઘુબંધુ તથા જેતપુર
નિવાસી સ્વ. રમણીકલાલ છગનલાલ બાવીસીના જમાઇનું અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે
10-30 કલાકે કોઠારી ઉપાશ્રય, ઉમિયા સોસાયટી, ગિરિરાજ મેઇન રોડ, જૂનાગઢ ખાતે છે.
સાણંદ:
મનોજકુમાર ખખ્ખર (ઠક્કર) તે સ્વ. પ્રવિણચંદ્ર ગીરધરલાલ ખખ્ખરનાં પુત્ર, સ્વ. હસમુખલાલ
ગીરધરલાલ ખખ્ખરનાં ભત્રીજા તેમજ ગં.સ્વ. પારૂલબેનના પતિ, કુશનાં પિતા, બિપીનભાઇ, પરેશભાઇ,
કેતુલભાઇનાં ભાઇ, કિંજલબેન બીપીનભાઇ ખખ્ખરનાં દીયર તેમજ વિશ્રુતનાં કાકાનું તા.16ને
શુક્રવારે અવસાન થયું છે. ઉઠમણું તેમજ પીયર
પક્ષની સાદડી: તા.19ને સોમવારે બપોરે 3 થી 5
શ્રી જલારામ મંદિર, સોમનાથ સ્ટેન્ડ સામે, સરખેજ-સાણંદ હાઇવે, સાણંદ ખાતે છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ અમરાપુર હાલ રાજકોટ રમણિકલાલ કાંતીલાલ મહેતા (ઉ.84)
તે રોહિતભાઇ (રાજુભાઇ- એસટી), દિપ્તીબેન પરેશભાઇ જોષી (જામનગર), ધર્મિષ્ઠાબેન તુષારભાઇ
મહેતા (અમરેલી)ના પિતાશ્રી તેમજ મનસુખભાઇ
(અમરાપુર), મંગુબેન અનંતરાય દવે (રાજકોટ), હંસાબેન ભરતભાઇ પાઠક (રાજકોટ)ના ભાઇ તેમજ
ધવલ મનસુખભાઇ મહેતાના ભાઇજી તથા સ્વ. શિવમ, જલ, જીતના દાદાનું તા.17ને શનિવારે અવસાન
થયું છે. બેસણુ: તા.19ને સોમવારે સાંજે 4 થી 6 ધુમકેતુ હોલ, રોયલ પાર્ક શેરી નં.4,
કાલાવડ રોડ રાજકોટ ખાતે છે.
ગઢડા:
ઝાલાવાડી સઇ સુથાર દરજી નિર્મળાબેન ધીરજલાલ વાઘેલા (ઉ.86)તે હર્ષદભાઇ, જયેશભાઇ અને નરેશભાઇના માતા, હિરેન, ભાવેશ,
ચિરાગ, અર્જુન, જૈનિલના દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ને રવિવારે બપોરે
3 થી 5 સઇ સુથાર દરજી સમાજની વાડી, રામજી મંદિર પાસે છે.
રાજકોટ:
જામનગર નિવાસી હાલ રાજકોટ કાંતિલાલ ઓધવજી લાખણી (ઉં.75) તે સ્વ. મૂળજી ઓધવજી લાખણી
(દહીવાળા)ના નાના ભાઇ, કૃપાલીબેન નિશિતકુમાર ચંદારાણા રાજકોટના પિતાનું તા.16ના રોજ
અવસાન થયું છે. ઉઠમણુ: તા.19ને સોમવારે તુલસેશ્વર મહાદેવ મંદિર, ગુણાતીતનગર, 150 ફૂટ
રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે 5થી 6 શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
રાજકોટ:
જ્યોતિબેન (ઉં.46) જે વિરેશ કીર્તિભાઇ ગણાત્રાના પત્ની તથા સુભાષ જયસુખભાઇ વરૂના બહેનનું
તા.15મીએ અવસાન થયું છે. બેસણુ: તા.19ને સોમવારે સાંજે 4થી 6 “રેવા પેલેસ”, 2- જગનાથ
પ્લોટ, બીગ બઝાર પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
બચુભાઇ ગાંડુભાઇ શિંગાળા જે પોપટભાઇ અને સ્વ. કેશુભાઇના ભાઇ, રામજીભાઇ, ભાવનાબેન ચંદુભાઇ
ઉંઘાડ, જયનાબેન મનીષભાઇ તંતી અને પરીતાબેન શરદભાઇ ઝાલાવાડિયા, પિતા તથા મોનિકા, પૂજા
અને પ્રતિકના દાદાનું તા.16ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.19ને સોમવારના રોજ સવારે
8-30થી 10 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.