હડમતિયાના
આહીર સમાજના અગ્રણી ભગવાનજીભાઇ ચાવડાનું અવસાન : ચક્ષુદાન કરાયું
ધોરાજી:
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા 407મું ચક્ષુદાન કરાયું ધોરાજી
તાલુકાના હડમતિયા ગામનાં ભગવાનજીભાઇ ભોજાભાઇ ચાવડાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ. ભગવાનજીભાઇના
ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ
કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો. નરેન્દ્ર ગોહિલ અને
મેડિકલ ટીમના રોહિતભાઇ સોદરવા અને બાલાભાઇ સોલંકી સહિતના સહયોગથી ચક્ષુદાન કરાયું હતું.
ધોરાજી અને આજુ બાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, ક્રીન ડોનેશન માટે મો.98987
01774/98987 15775/ 0282 4220139 સરકારી હોસ્પિટલ ધોરાજી ફોન નંબર પર સંપર્ક કરવો.
માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી દ્વારા 407મું ચક્ષુદાન કરાયું હતું.
ચક્ષુદાન
રાજકોટ:
મોઢ વણિક સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ સ્વ. મનુભાઇ શાંતિલાલ દોશીના પત્ની ઉષાબેનનું
અવસાન થતા પુત્ર સંજયભાઇ તેમજ પરિવારજનોએ ચક્ષુદાનનો
નિર્ણય લઇને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો
રાહ ચિંધ્યો છે. સ્વ. ઉષાબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબના માર્ગદર્શક મુકેશ
દોશી, ચક્ષુદાન જાગૃતિ અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી અને ઉપેન મોદી દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આ 186મું ચક્ષુદાન
છે.
ચક્ષુદાન
રાજકોટ:
બિપીનચંદ્ર રેવાશંકર દોશીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 790 ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા
94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
ગઢડા
(સ્વામીના): વીંછિયા વાળા ઝાલાવાડી દરજી વશરામભાઇ ગોપાળજીભાઇ ગોહેલ (ઉં.90) તે ઇન્દુબેનના પતિ, રાજુભાઇ (પ્લસ પોઇન્ટ), શોભનાબેન, બીનાબેન અમીબેન અને કૃપાબેનના
પિતા, આશાબેન, જયેશકુમાર હિંગુ, વિજયકુમાર પરમાર, હરિશકુમાર વૈદ્ય, આશિષકુમાર ભટ્ટના
સસરા, સ્વપ્નિ, નેન્સીના દાદાનું તા.15મીએ અવસાન થયું. બેસણું: તા.17ને શનિવારે બપોરે
3થી 5 ઝાલાવાડી દરજી સમાજની વાડી, રામજી મંદિર પાસે, ગઢડા મુકામે રાખેલ છે.
રાજકોટ:
મૂળ ઓખા, હાલ રાજકોટ નિવાસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ સ્વ. ચીમનભાઇ રામશંકરભાઇ વ્યાસના
પત્ની, ચંદ્રિકાબેન (ઉં.66) તે સોનલબેન, ધર્મેશભાઇ, ડોલીબેન, દક્ષાબેનના માતુશ્રીનું
તા.16ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.17ને શનિવારે, સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન,
મવડી મેઇન રોડ, ઉદયનગર-2, જલિયાણ હોલ પાછળ, શેરી-7, શારદા નિવાસ, રાજકોટ ખાતે રાખેલ
છે.
રાજકોટ:
શ્રીમાળી બ્રાહ્મણ અમદાવાદ નિવાસી હાલ રાજકોટ નવનીતભાઇ ખેલશંકર દવે તે લતાબેનના પતિ,
ધુરવી, ક્રિષ્નાના પિતા, સ્વ. દિનેશભાઇ, સ્વ. જગદીશભાઇ, દક્ષાબેન, ગીતાબેનના ભાઇ, પડધરી
નિવાસી સ્વ. પ્રભુલાલ લક્ષ્મીશંકર ત્રિવેદીના જમાઇ, કિરીટભાઇ, રાજેશભાઇના બનેવીનું
તા.16ના અવસાન થયું છે. બેસણું: તા.17ના સાંજે 4થી 5-30 જલેશ્વર મહાદેવ મંદિર, જલજીત
સોસાયટી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
જમનામાં કરશનભાઇ નાકરાણી (ઉં.95) તે ભનુભાઇ, કનુભાઇ, જીવનભાઇ તથા સ્વ. દુલાભાઇ નાકરાણીના
માતુશ્રીનું તા.15ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.17ને શનિવારે સવારે 8થી સાંજના
5 પહેલી વાડી, નદી કાંઠે, નાના ભમોદ્રા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
રળિયાતબેન (ઉં.93) તે પરબતભાઇ છગનભાઇ માલાણીના પત્ની તથા ભનુભાઇ, હરેશભાઇ તથા પ્રકાશભાઇ
માલાણીના માતુશ્રીનું તા.13ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.18ને રવિવારે સવારે 9થી
બપોરના 3 સુધી માલાણી પરિવારની વાડી, ગામ આંબરડી (જોગીદાસ) ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
લાભશંકર મોહનલાલ પંડયા (ઉં.78) તે ચંદ્રેશભાઇ તથા સ્વ. જીજ્ઞેશભાઇ પંડયાના પિતાનું
તા.15ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.17ને શનિવારે બપોરે 3થી સાંજના 6 પરશુરામ ઉપવન
ગર્લ્સ હાઇસ્કૂલની બાજુમાં સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
મનસુખભાઇ દામજીભાઇ ભટ્ટ તે હરેશભાઇ તથા પ્રહલાદભાઇ ભટ્ટના પિતાનું તા.14ના રોજ અવસાન
થયું છે. બેસણું તા.17ને શનિવારે 3થી 6 મુ. વડિયા, સુરગપરા, જીઇબીની સામે, અમરેલી ખાતે
રાખેલ છે.
રાજકોટ
: મૂળ ઓખા હાલ રાજકોટ નિવાસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ સ્વ. ચીમનભાઈ રામશંકરભાઇ વ્યાસના
પત્ની ચંદ્રિકાબેન(ઉ.66) તે સોનલબેન, ધર્મેશભાઈ, ડોલીબેન, દક્ષાબેનના માતાનું તા.16ના
રોજ અવસાન થયું છે. બેસણું તા.17 ને શનિવારે, સાંજે 4થી 6, તેમના નિવાસસ્થાન, મવડી
મેઇન રોડ, ઉદયનગર-2, જલિયાણ હોલ પાછળ, શેરી-7, શારદા નિવાસ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
મુ.ખાંભા (ગીર) હાલ રાજકોટ વરિયાવંશ પ્રજાપતિ રતિભાઈ મગનભાઈ રાખશીયા (ઉ.74) તે ભરતભાઈ
તેમજ પેઈન્ટર પ્રફુલભાઈના પિતાનું તા.14ના રોજ અવસાન થયું છે. બેસણુ તા.19ને સોમવારે
સાંજે 3 થી પ તેમના નિવાસ સ્થાને 9-ચંદ્રેશનગર, અલ્કા સોસાયટી, મવડી ફાયર બ્રિગેડ પાસે,
મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
જેતપુર:
વલ્લભદાસ (ભુપતભાઈ) બાબુલાલ ભીમજીયાણી (ઉ.73) તે સ્વ.ચંચકભાઈ, જમનભાઈના લઘુબંધુ, ભગવાનજીભાઈ
સેતનભાઈ તથા કિરણભાઈના મોટાભાઈ તેમજ સ્વ.કાંતિલાલ જગજીવન સેદાણી (સાણથલી)ના જમાઈનું
તા.1પના રોજ અવસાન થયુ છે. ઉઠમણુ તેમજ સસરા પક્ષની સાદડી તા.17ને શનિવારે સાંજે 4 થી
પ શ્રી કનકૈશ્વર મહાદેવ મંદિર, કણકીયા પ્લોટ ખાતે રાખેલ છે.
મેંદરડા:
જૂનાગઢ નિવાસી મથુરભાઈ વશરામભાઈ પાંચાણી (ઉ.88) તે અશોકભાઈ, પંકજભાઈ તથા મનીષભાઈના
પિતાનું તા.1પના રોજ અવસાન થયું છે. બેસણુ તા.17ને શનિવારે જૂનાગઢ મુકામે અમારા નિવાસ
સ્થાન મનીષ-1, ગીરીવિહાર સોસાયટી, જાફર મેદાન સામે ઈવનગર રોડ ખાતે સાંજે 3 થી 6 રાખેલ
છે.
રાજકોટ:
ગુર્જર ક્ષત્રિય કડિયા રાજકોટ નિવાસી સ્વ.નાથાલાલ કાળાભાઈ ટાંકના પુત્ર તેમજ રાધાબેન,
નરેન્દ્રભાઈ દીપકભાઈ, કિશોરભાઈના ભાઈ અશોકભાઈ નાથાલાલ ટાંક (ઉં.60)નું તા.16ના અવસાન
થયુ છે. બેસણુ તા.17ના શનિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને લક્ષ્મીવાડી, 1ર/3
કોર્નર, નવનીત ભુવન ખાતે રાખેલ છે.
ખાંભા:
ડો.હસુભાઈ આત્મારામભાઈ નિમ્બાર્ક (ઉ.વ.72) તે ડો.મહર્ષિભાઈ તથા દિર્ઘાયુભાઈના પિતા,
રમાબેન શાંતિલાલ લશ્કરી (મહુવા)ના નાનાભાઈ, દિલીપભાઈ (ધારી), રંજનબેન બાલકૃષ્ણભાઈ દેવમુરારી
(ભાવનગર) તથા હિતેન્દ્રભાઈ (સાવરકુંડલા)ના મોટાભાઈ, વિશાલભાઈ (લંડન), જીજ્ઞેશભાઈ (અમદાવાદ),
ચારૂદત્તભાઈ (સાવરકુંડલા)ના મોટાબાપુજી, ધર્મેન્દ્ર શાંતિલાલ લશ્કરી (મહુવા), દિવ્યા
દિલીપકુમાર નિમાવત, સ્વીટુબેન પાર્થકુમાર આચાર્યના મામાનું તા.16ના અવસાન થયું છે.
બેસણુ તા.19ના સોમવારે સવારે 9 થી 6 તેમના ખાંભા મુકામે નિવાસ સ્થાને છે.
જામનગર:
નર્મદાબેન (ઉ.વ.70) તે વિજય બ્રાસવાળા ગોપાલદાસ ભાણજી જટણિયાના પત્નિ, અલ્પાબેન જયેશભાઈ
ખગ્રામ, વૈશાલીબેન અક્ષયભાઈ રાયઠઠ્ઠા, તેજલ કલ્પેશભાઈ મશરૂના માતા અને સ્વ.હેમરાજભાઈ,
સ્વ.વલ્લભભાઈ, નટુભાઈ, રમણીકભાઈ, સ્વ.પરસોતમભાઈ, તુલસીદાસભાઈના ભાભી, અલ્પેશભાઈ, ઉમેશભાઈ,
હિતેશભાઈ, મનીષભાઈ, હિરેનભાઈ, ધર્મેન્દ્રભાઈ, નિર્મલભાઈ, રવિભાઈના કાકી તથા સ્વ.ગિરધરલાલ
મોનજી શિંગાળાના પુત્રીનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણુ તા.17ને શનિવારે સાંજે 4 થી
4.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.
જામનગર:
મહેન્દ્રભાઈ મુળશંકર મહેતા (ઉ.વ.76) તે ગં.સ્વ.કુંદનબેનના પતિ, રાજેશભાઈ (જીવન જ્યોત
સ્કૂલ રાજકોટ), હિતેશભાઈ (વેલ્કિન્સ ફર્નિચર જામનગર)ના પિતા, લીલાબેન, દર્શનાબેનના
સસરા, સંકેત, ધાર્મિકના દાદા, સ્વ.મુગટલાલ મુળશંકરના નાનાભાઈ અને જગદીશચંદ્ર મુળશંકરના
મોટાભાઈનું તા.1પને ગુરૂવારે અવસાન થયુ છે. બેસણુ તા.17ને શનિવારે સાંજે 3.30 થી પ.30
ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે તેમજ તા.19ને સોમવારે સાંજે 4.30
પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.
જામનગર:
સરલાબેન મજીઠિયા (ઉ.વ.6પ) તે કિશોરચંદ્ર ગીરધરલાલ મજીઠિયાના પત્ની, રમેશચંદ્રના નાના
ભાઈના પત્ની, ભાવિન તથા કૌશિકના માતા, બીના તથા ઈશીતાના સાસુ, ધવિતના દાદી તથા કાંતિલાલ
ગીરધરલાલ તન્નાના પુત્રીનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણુ/પીયર પક્ષની સાદડી તા.17ને
શનિવારે સાંજે 5 થી 5.30 પાબારી હોલ, તળાવની પાળ જામનગર ખાતે છે.
જામનગર:
કનકરાય અમૃતલાલ વ્યાસ (અવદિચ ઝાલાવાડી બ્રાહ્મણ) (ઉં.વ.93) તે દીપકભાઈ, વિજયભાઈ, મમતાબેન
(ડોલીબેન) તથા સંગીતાબેનના પિતાનું તા.16ના અવસાન થયુ છે. બેસણુ તા.17ના શનિવારે સાંજે
પ થી પ.30 જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નંબર 5/6, જામનગર મુકામે છે.
રાજકોટ:
જેતપુર નિવાસી હાલ રાજકોટ વિનોદરાય હીરાચંદભાઈ મણિયાર (ઉં.80) તે કુસુમબેનના પતિ, રશ્મિબેન,
તૃપ્તિબેન, વિરેનભાઈ (કેનેડા) અને ભાવેશભાઈ (એચ.ડી.એફ.સી.બેંક)ના પિતા, મયુરીબેન તથા
કાજલબેન (વી.એમ.સી.બેંક)ના સસરા અને હેતાંશના દાદા, સ્વ.હેમચંદભાઈ પોપટલાલ મહેતા (જાયવાવાળા)ના
જમાઈનું તા.13મીએ અવસાન થયુ છે. ઉઠમણુ તા.19ના સોમવારે સવારે 10 થી 10.30 અને પ્રાર્થનાસભા
11 થી 1ર નેમીનાથ વિતરાગ જૈન ઉપાશ્રય, નાણાવટી ચોક, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે
છે.