• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

જામનગર: રમેશભાઇ ઓઝા (ઉં.50)તે શ્રી ગોડ મેડતવાળા બ્રાહ્મણ સ્વ. રમણીકલાલ નર્મદાશંકર ઓઝાના પુત્ર, જીતેન્દ્રભાઇ, સુધાબેન ભરતકુમાર દીક્ષિત, ભારતીબેન લલિતકુમાર જાની, દર્શનાબેન અરુણકુમાર ભટ્ટના ભાઇ, નયનાબેનના પતિ, વેદના પિતા, પ્રિયાબેન અને ખુશ્બુબેનના કાકા તથા સ્વ. સુરેશચંદ્ર હરિલાલ જાનીના જમાઇનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થના સભા સોમવાર તા.19ના સાંજે 4થી 5 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ન્યુ આરામ કોલોની, હિન્દી સ્કૂલ પાછળ, જામનગર ખાતે છે.

રાજકોટ: જગદીશચંદ્ર હરિકૃષ્ણ રાવલ (શ્રી ઉમિયા મંડપ સર્વિસવાળા) તે સ્વ.ચંદ્રિકાબેનના પતિ તથા દીપેનભાઈ શુક્લના પિતા, હેમાબેન દીપેનભાઈ શુક્લના સસરા, તન્વી દીપેનભાઈ શુક્લના દાદાનું તા.17ને શનિવારે અવસાન થયું છે. બેસણું તા.19ને સોમવારે સાંજે 4થી 6, એસ્ટ્રોન સોસાયટી હોલ, એસ્ટ્રોન સોસાયટી, રાજકોટ ખાતે છે.

તાલાલા: ભગવાનજીભાઈ દામજીભાઈ વાઘેલા (ઘડિયાળી)(ઉં.વ.76) તે વલ્લભભાઈ, સ્વ.સુરેશભાઈ, શાંતિલાલ, સ્વ.િદનેશભાઈ તથા જયેશભાઈના મોટાભાઈ તથા કેતનભાઈ, નયનભાઈ, નીરેનભાઈના પિતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ને સોમવારે સાંજે 4થી 6, બીમલેશ્વર મંદિર, નરસિંહ ટેકરી, તાલાલા ખાતે છે.

રાજકોટ: પરાગભાઈ પંડયા તે સ્વ.હર્ષકાંતભાઈ જયાશંકર પંડયાના પુત્રનું તા.18ને રવિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ને સોમવારે સાંજે 4થી 5, સદ્ગુરુ ટાવર, ગ્રાઉન્ડ ફ્લોર, કાલાવડ રોડ, વોકહાર્ટ હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે છે.

ગારિયાધાર: સાકરબેન નટુભાઈ ગોંડલિયા (ઉં.વ.83) તે શશીકાંતભાઈ, મુકેશભાઈ તથા નીતિનભાઈ ગોંડલિયાના માતાનું તા.18ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.19ને સોમવારે સાંજે 4થી રાત્રે 9 સુધી, કુંભાર શેરી નં.1, ગારિયાધાર ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક