• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટઃ હીરાબેન કાંતિલાલ કુંકડિયાનું અવસાન થતાં ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 907 મું ચક્ષુદાન થયું છે.

જામનગરઃ પ્રકાશભાઈ (પી.સી.લાલ) (ઉ.વ.63) તે સ્વ.ચંદ્રકાન્ત ગોકળદાસ લાલના પુત્ર, સ્વ. વિનોદરાયના ભત્રીજા, સાગરભાઈ અને શ્યામભાઈના પિતા તેમજ માલવ અને હેમિલના દાદા, કેતનભાઈ, દિનેશભાઈ, કિરીટભાઈ, વર્ષાબેન વિજયકુમાર કટારીયા અને પ્રીતિબેન પ્રદીપકુમાર વિઠ્ઠલાણીના મોટાભાઈ તથા ધીરેનભાઈ વિનોદરાય લાલ (બંટીભાઈ) ના પિતરાઈભાઈનું અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા.ર3 ને શુક્રવારે સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાન મંગલદ્વાર એપાર્ટમેન્ટ, લાલા મેતાની શેરી, નાગર ચકલા, જામનગરથી નીકળશે. ઉઠમણુ તા.ર3 ને શુક્રવારે બપોરે 4 થી 4ઃ30 તળાવની પાળ, પાબારી હોલમાં છે. પિયર પક્ષની સાદડી પણ સાથે છે.

અમરેલીઃ મોટી કુંકાવાવ નિવાસી કુન્દનિકાબેન મનોજભાઈ જોષી (ઉ.50) તે મનોજભાઈના પત્નિનું તા.ર1 ના અવસાન થયું છે.

રાજકોટઃ યશવંતબા મંગળસિંહ જાડેજા (મુળ ગામ-વેજાગામ) તે મંગળસિંહ બી. જાડેજાના પત્ની, નરેન્દ્રસિંહ એમ. જાડેજાના માતા, ધર્મરાજસિંહ જાડેજા અને કર્ણરાજસિંહ જાડેજાના દાદીનું તા.રર ના અવસાન થયું છે. મો.નં. 8140222202.

માધવપુરઃ જગદીશભાઈ બાબુલાલ કંસારા તે કુશલ, સાગર, શ્યામના પિતા, ભાવેશભાઈ કંસારાના મોટાભાઈનું અવસાન થયું છે. જેમની સ્મશાનયાત્રા શુક્રવાર તા.ર3 ના સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે. બેસણુ શુક્રવાર તા.ર3 ના સાંજે 4 થી પ બ્રહ્મપુરીમાં રાખેલ છે.

વાંકાનેરઃ સ્વ.વાણંદ સોલંકી કનૈયાલાલ લક્ષ્મણભાઈના પુત્ર કિરીટભાઈ (કલાભાઈ) (ઉં.62) તે નવીનભાઈ, લલિતભાઈના નાનાભાઈ, વિવેકભાઈ (ભોલો), પીનલબેનના પિતાનું તા.ર1 ના અવસાન થયું છે. બેસણુ તા.ર3 નાં સાંજે 4 થી 6 વાણંદ સમાજની વાડી, દેના બેંક સામે, માર્કેટ ચોક, વાંકાનેર ખાતે ભાઈઓ-બહેનોનું સાથે છે.

બાબરાઃ ઠા.ચંદુલાલ છોટાલાલ રાજપોપટ (સી.સી.રાજપોપટ) ના પત્ની મુક્તાબેન (ઉ.71) તે સુરેશભાઈના ભાભી, ભાવેશભાઈ, કૃષ્ણકાંત (ભીખુભાઈ), રાજેશભાઈ, પીન્ટુભાઈના માતા, સ્વ.અમૃતલાલ કેશવજીભાઈ સોમૈયા રાજકોટના પુત્રી, રસિકભાઈ, ભગવાનજીભાઈ, ભરતભાઈના બેનનું તા.ર1 ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.ર4 ના 4 થી 6 ઉમિયાનગર સોસાયટી, વિવેકાનંદ સ્કૂલ પાસે બાબરા તેમના નિવાસ સ્થાને છે.

જૂનાગઢઃ નિર્મળાબેન હીરાભાઈ (ઉં.76) તે સ્વ.હેડવાળા હીરાભાઈ રવજીભાઈ મેરના પત્ની, મુકેશભાઈ, જગદીશભાઈ, બિપીનભાઈના માતા, દિવ્યા અને કપિલના દાદીનું તા.રર ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર4 નાં સાંજે 4 થી 6 સોનેશ્વર મહાદેવ મંદિર, છગન મામાની સોસાયટી, ગિરનાર દરવાજા, ભરડાવાવ પાસે છે.

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા જયાબેન જાવિયા (મૂળગામ માધાપર/શામપર હાલ રાજકોટ) તે સ્વ.વશરામભાઈ વિરજીભાઈ જાવિયાની પત્ની, પરેશભાઈ, શૈલેષભાઈ, પારૂલબેનના માતા, અજયભાઈ જેઠવાના સાસુનું તા.ર1 ના અવસાન થયું છે. બેસણુ તા.ર3 નાં સાંજે 4 થી 6 બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, 9/ગોપાલનગર ડો.રાજાણીના દવાખાનાની બાજુમાં છે.

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મૂળ પાનેલી નિવાસી હાલ રાજકોટ ચંદ્રકાંત મોહનલાલ વ્યાસ તે સ્વ.મંજુલાબેન વ્યાસના પતિ, ચેતનાબેન, સ્વ.ભાગ્યેશભાઈ વ્યાસના પિતા, રશ્મિબેન વ્યાસના સસરા, રાજ વ્યાસ, તૃપ્તિ વ્યાસના નાના, આસ્થા અને દર્શનના દાદા, રુદ્રાના નાનાનું તા.ર1 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર4 નાં સાંજે 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી મેઈન રોડ, રાજકોટ છે.

રાજકોટઃ રાજકોટ નાગરીક બેંકના પુર્વ કર્મચારી ભાવસિંહજી નાયાજી ભાટી (ઉ.80) તે જગતસિંહ ભાટી તથા શૈલેન્દ્રસિંહ ભાટીના પિતાનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર3 નાં સાંજે 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી રોડ, ગંગોત્રી ડેરી પાછળ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સીટી રોડ, રાજકોટ છે.

રાજકોટઃ ડૉ.જયેન્દ્રભાઈ હરિભાઈ નગેવાડીયા (ઉં.85) તે સ્વ.શરદભાઈના મોટાભાઈ, સ્વ.ડો.વી.ડી.ગજ્જરનાં ભાણેજનું તા.19 ના અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ રાખેલ છે. મો.નં.94087 25966, 94289 53469.

રાજકોટઃ મુળગામ ગુંદા (કુવાડવા) હાલ રાજકોટ લલીતાબેન તે પ્રાગજીભાઈ ખંભાયતા (બાબુભાઈના) પત્ની, સ્વ.રવજીભાઈ પોપટભાઈ પનારા (જસદણવાળા) ના દીકરી, નરોત્તમભાઈના બહેન, સરોજબેન કે. સીનરોજા, ભરતભાઈ, કમલેશભાઈના માતા, મીનાબેન, જયશ્રીબેનના સાસુ, પ્રશાંત, રવિ, નીખીલના દાદી, સ્વ.મગનભાઈ, સ્વ.જયંતિભાઈ, ધનજીભાઈ, દલસુખભાઈ, વિનોદભાઈના બહેન, સ્વ.જેન્તીભાઈના ભાભીનું તા.ર1 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર3 ના સાંજે 3 થી 6 નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડીયાનગર શેરી નં.05, અંકુર વિદ્યાલય મેઈન રોડ પાસે, રાજકોટ છે.

રાજકોટઃ ઈલાબેન હસમુખભાઈ ચંદારાણા તે સંજયભાઈ, કિરણબેન, સોનલબેન, શિલ્પાબેન (પુત્રી) ના માતા, અરવિંદભાઈ, સુભાષભાઈના ભાભીનું તા.રર ના અવસાન થયુ છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.ર4 નાં સાંજે 4 થી પઃ30 અલ્કા કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, ફાયર બ્રિગેડની બાજુમાં, મવડી રોડ, રાજકોટ છે.

રાજકોટઃ કોકીલાબેન ચંદ્રકાંતભાઈ સુચક તે જીગ્નાષા એમ. ખંધેડીયા, સોનલબેન યુ. તન્ના, પન્નાબેન એન. ઉનડકટના માતા, લક્ષ્મીદાસભાઈ, દામોદરભાઈ (અમરનગર), ધીરજલાલભાઈ સુચકના ભાભી, વાઘજીભાઈ ભવાનભાઈ કક્કડના દીકરીનું અવસાન થયું છે. તા.ર3 ના સાંજે પ કલાકે પંચનાથ મંદિરે પિયરપક્ષની સાદડી સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક