જામખંભાળિયા
રાજ્ય ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષના પિતા દીક્ષિતભાઇ પંડયાનું અવસાન
જામખંભાળિયા:
ખંભાળિયાના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ અને નગર ગેઇટ પાસે રામ મંદિરના પૂજારી દીક્ષિતભાઇ
રસિકભાઇ પંડયા (ભગુ મારાજ) (ઉં.62) તે સ્વ. શૈલેષભાઇના મોટાભાઇ તથા મોહિતભાઇ, કિંજલ
શુકલ, પાલિકા પૂર્વ પ્રમુખ, રાજ્ય ભાજપ મહિલા મોરચાના કોષાધ્યક્ષ રચનાબેન મોટાણીના
પિતા, નિશિતભાઇ શુકલ, મોહિતભાઇ મોટાણીના સસરા, અગ્રણી રઘુવંશી ભરતભાઇ મોટાણીના વેવાઇનું
તા.15ના અવસાન થયું છે.‘
રાજકોટ:
વિલાસબેન ગોપાલભાઈ રાવલ મુળ માણાવદર હાલ રાજકોટ તે સ્વ.ગોપાલભાઈ બેચરભાઈ રાવલના પત્ની,
સ્વ.નરેન્દ્રભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, જયશ્રીબેન, રૂપલબેન (ગીતાબેન)ના માતા, કિશોરભાઈ,
પંકજભાઈ, ધરમભાઈના કાકીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના સમય 3 થી 5, આવકાર
સીટી, પરીન ફર્નિચર પાછળ, ગોંડલ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
રજની વિષ્ણુ મોથરેજા તે વિષ્ણુભાઈ મોથરેજાના પત્ની, મહેશભાઈ મોથરેજાના માતાનું તા.14ના
અવસાન થયું છે. ઉઠમણું, (પગડીયુ) તા.17ના સાંજે 5-30 કલાકે, શાંતિનિકેતન ઓરૂમ, બી વિંગ
પાર્કિંગ, ઈસ્કોન મંદિર પછી, રૂડાનગર-3, કાલાવડ રોડ, રાજકોટ છે.
બગસરા:
હાલ જેતપુર સ્વ.લક્ષ્મણભાઈ ગોવાભાઈ બાબરીયાના પુત્ર છગનભાઈ (ઉં.80) તે ભાવેશભાઈ, સુધાબેન,
પારૂલબેન, જીજ્ઞાશાબેનના પિતા, લાલજીભાઈ, સ્વ.ભોળાભાઈ, કરશનભાઈના ભાઈનું તા.15ના અવસાન
થયું છે. બેસણું તા.17ના બપોરે 4 થી 6, લોહાણા મહાજન વાડી, બગસરા છે.
જામનગર:
શ્રી ગોડ મેડતવાડ બ્રાહ્મણ જામનગર નિવાસી સરોજબેન શશિકાંત ત્રિવેદી (ઉં.60) તે સ્વ.શશિકાંત
રવિશંકર ત્રિવેદીના પત્ની, મનીષાબેન, અજયભાઈના માતા, કંચનબેન ટી.િત્રવેદીના પુત્રીનું
તા.16ના રાજકોટમાં અવસાન થયું છે.
જામનગર:
કંસારા પ્રફુલચંદ્ર જગજીવનભાઈ ભૂત (ઉં.73) તે મોહીતભાઈ, બ્રિજેશભાઈના પિતા, નિકુંજભાઈ,
જયસુખભાઈ ભૂતના કાકાનું તા.15ના અવસાન થયું છે.
જામનગર:
સ્વ.ચાર્મી (લાડુ) હર્ષકુમાર દવે તે રેખાબેન, નરેન્દ્રભાઈ રામકૃષ્ણભાઈ રાવલની દીકરી,
મહેશભાઈ, અરવિંદભાઈ, સુરેશભાઈની ભત્રીજી, દિપ્તી, કાજલ, હર્ષના બહેનનું તા.14ના અવસાન
થયું છે. સાદડી તા.17ના સાંજે 5 થી 6, તેમના નિવાસ સ્થાન, સિદ્ધિ વિનાયક પાર્ક, શેરી
નં.8, રણજીતસાગર રોડ, જામનગર છે.
જામનગર:
ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના અજીત રમણીકલાલ ત્રિવેદી (ઉં.65) તે રમણીકલાલ મણીશંકરના
પુત્ર, બળવંતરાય, ભાલચંદ્રભાઈ (ભઈલાભાઈ), દીપકભાઈના ભાઈ, મહેશભાઈ ત્રિવેદી (મહેસાણાવાળા)ના
જમાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.17ના સાંજે 4 થી
4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.
રાજકોટ:
ભાયાવદર નિવાસી હાલ રાજકોટ સ્વ.નટવરલાલ ચુનીલાલ પોપટના પત્ની પ્રફુલાબેન (ઉં.79) તે
રૂહિલ, હેનિશ તથા ડિમ્પલબેનના માતા, અમિત તથા વિધિનના કાકી, નિલેશકુમાર, પૂનીતા, પુનમ
તેમજ અનુના સાસુ, સ્વ.ચંપકભાઈના લઘુબંધુના પત્ની, જસવંતીબેનના દેરાણી, હરજીવનદાસ પ્રાગજીભાઈ
કોટેચાના પુત્રી, સ્વ.હસમુખભાઈ, સ્વ. ધીરજભાઈ, ભરતભાઈ અને જયેશભાઈ કોટેચાના બહેનનું
તા.16ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદઠડી તા.17ના સાંજે 4 થી 6, સોપાન હિલ,
રૈયા ધાર, રાજકોટ છે.
રાજકોટ:
ચંદ્રિકાબેન ધોળીયા તે મહેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ધોળીયાના પત્ની, સ્વ.ચંદ્રેશભાઈ, સ્વ.રૂપલબેન,
સોનલબેન અભયકુમાર શાહના માતા, સ્વ.ચીમનલાલ હીરાચંદ શેઠ (જૂનાગઢ)ના પુત્રીનું તા.16ના
અવસાન થયું છે.
જામનગર:
વિજયાબેન મુળજીભાઈ મોદીનું તા.16ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા તા.17ના સાંજે
4 થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે પિયર પક્ષની
સાદડી પણ સાથે છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પોરબંદર નિવાસી મંજુલાબેન રમેશચંદ્ર જોષી (ઉં.77) તે
ભાવેશભાઇ રમેશચંદ્ર જોષીના માતા, કૃતજ્ઞ ભાવેશભાઇ જોષીના દાદી, નયનાબેન ભાવેશભાઇ જોષીના
સાસુ, શશીકાંતભાઇ મણિશંકર જોષીના ભાભીનું અવસાન થયું છે. અંતિમયાત્રા તા.17ને શનિવાર
સવારે 7 વાગે નિવાસસ્થાન ધનલક્ષ્મી સોસાયટી શેરી નંબર ત્રણ કુબેર બંગલાની બાજુમાં પોરબંદર
ખાતેથી નિકળશે. પ્રાર્થના સભા તા.17ને શનિવારે સાંજે 4 થી 5 ઓમકારેશ્વર મહાદેવ મંદિર
આવળ ચોકની બાજુમાં સાંઇબાબા મંદિર પાછળ પોરબંદર રાખેલ છે. મો.નં. 97266 27129.