• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: જૂનાગઢના ઝાંઝરડા ગામના મંજુલાબેન ધીરજલાલ વાઘેલાનું અવસાન થતા પરિવારજનોએ સ્વ. મંજુલાબેનનાં ચક્ષુદાન કરવા અંગે ગુગલમાં સર્ચ કરી ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો. કાર્તિક ડાભી અને મેડિકલ ટીમે ઝાંઝરડા ગામ જઇને ચક્ષુદાન સ્વિકાર્યુ હતું આ તકે જગદીશભાઇ વાઘેલા, યસ વાઘેલા, પ્રિન્સ વાઘેલા, જીતેશભાઇ ચાવડા, ધીરૂભાઇ ખેતાણી, મુન્નાભાઇ જાડેજા સહિતના હાજર હતા.

ચક્ષુદાન

રાજકોટ: મેઘાણી પરિવારના સ્વ. પ્રજ્ઞેશભાઇ મનસુખલાલ મેઘાણી (ઉ.71)નું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, મહાવીર ઇમિટેશન જ્વેલર્સના અતુલભાઇ પ્રયાસથી મેઘાણી પરિવારના કૌશલભાઇ, જુલીબેનએ સ્વ. પ્રજ્ઞેશભાઇ મનસુખલાલ મેઘાણીના બન્ને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ આઇ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો. ધર્મેશભાઇ શાહ, તેમની ડોકટર્સની ટીમ દ્વારા સેવા અર્પણ કરાઇ હતી.

રાજકોટ: જીતુભાઈ જન્મશંકર અંતાણી (ઉં.વ.69) તે મીનાબેનના પતિ, સ્વ.રંજનબેન અંતાણીના પુત્ર, સ્વ.વિજયભાઈ, સ્વ.ગૌતમભાઈના નાનાભાઈ, શ્યામાબેન જનાણી, સ્મિતાબેન ઠાકરના ભાઈનું તા.20 ના અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા તા.ર1ને બુધવારે સવારે 10 વાગ્યે તેમના નિવાસ સ્થાન રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ, 7 મનહર પ્લોટ રાજકોટથી નીકળશે.

જામખંભાળિયા: સ્વ.ગોવિંદલાલ હીરાલાલ વિઠલાણીના પત્ની જસવંતીબેન (ઉ.7ર) તે કૌશિકભાઈ (રઘુવંશી આઈક્રીમ એન્ડ સોડા શોપ), નિખિલભાઈ, જીજ્ઞાબેન સંજયકુમાર પોપટ, વંદનાબેન નીરજકુમાર ગણાત્રાના માતા, સ્વ.રતિલાલ વાલજી સોનછાત્રા (અલીયાબાડા) ના દીકરી, કાવ્યાના દાદીનું તા.19 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા/ઉઠમણુ તા.ર1 ના 4 થી 4:30 જલારામ મંદિર, પ્રાર્થનાસભા હોલ, તાલુકા પંચાયત પાસે, જોધપુર ગેટ, જામખંભાળિયા પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: મૂળ ઉપલેટા હાલ રાજકોટ કાનજીભાઈ ધરમશીભાઈ ટાંક (કે.ડી.ટાંક) (ઉ.8ર) તે સ્વ.સુનિલભાઈ, રાજેશભાઈ, અસ્મિતાબેનના પિતા, મીનાબેન, શિલ્પાબેન, ભાવેશભાઈના સસરાનું તા.18 ના અવસાન થયું છે. બેસણુ તા.22 નાં સાંજે 4 થી 6 નિલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઈન રોડ, મીત પાન સામે, રાજકોટ છે.

રાજકોટ: ધનલક્ષ્મી ગાંધી (ઉં.78) તે વિનોદરાય ભોગીલાલના પત્ની, ઉતમભાઈના કાકી, અમીતભાઈ, રશ્મીનભાઈ, જયેશભાઈના માતાનું તા.19 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.રર નાં સાંજે 4 થી 6 દરબાર ચોક, રામજી મંદિર, સોનીબજાર પાસે, રાજકોટ છે.

ગોંડલ: સાદીકભાઈ ઈસ્માઈલજી સદીકોટ તે હુસૈનભાઈ, રુકૈયાબેનના પિતા, સૈફુદીનભાઈ, ઓનઅલીભાઈ, ફિરોઝભાઈના ભાઈનું ગોંડલ મુકામે તા.19 ના અવસાન થયું છે. ઝિયારતના સિપારા તા.રર નાં સવારે 11:30 કલાકે કદીમ મસ્જીદ, આંબલી શેરી, ગોંડલ છે.

ડોળાસા: મૂળ ગીર ગઢડા હાલ જૂનાગઢ સ્વ.પ્રભુદાસ વીરજીભાઈ કાનાબારના પત્ની પ્રભાબેન (ઉં.94) તે કિશોરભાઈ (જૂનાગઢ), ચીમનભાઈ, પ્રદીપભાઈ (ઉના), જયાબેન જેન્તીભાઈ પોપટ (મુંબઈ), મંગળાબેન નટવરલાલ રાચ્છ અને કનકલતાબેન ગોરધનદાસ ઉનડકટના માતા, પરેશભાઈ, રાકેશભાઈ, ઉદયભાઈ, સમીરભાઈ, અમરભાઈ, ક્રિષ્નાબેન મીરાણી, મીતાબેન, કમલેશભાઈ ભુપતાણી, નીલાબેન હિરેનભાઈ રાયચુરા, જલ્પાબેન નિપુલભાઈ છગ, તૃપ્તિબેન આનંદભાઈ, નિશાબેન ભાવિકભાઈ રામાણી, દિપ્તીબેન ચેતનભાઈ રાયચુરા, નિકિતાબેન પ્રતિકભાઈ મસારુના દાદીનું તા.ર0 ના અવસાન

થયું છે.

રાજકોટ: નંદાણાવાળા સ્વ.કાનજીભાઈ વનરાવનભાઈ સચદેવના પુત્ર મણિલાલ (ઉં.80) તે દેવજીભાઈ, ધરમશીભાઈ, પરસોત્તમભાઈ, સ્વ.જયસુખભાઈ, ચુનીલાલ તેમજ વિનોદભાઈના મોટાભાઈ, સંજયભાઈ (ભાવેશભાઈ), ધનંજયભાઈ તેમજ નયનાબેન જમનકુમાર ગણાત્રા, રેખા (મુનિબેન) રાજેન્દ્રકુમાર મોદી, સરલાબેન વિમલકુમાર ધોકાઈ, મનીષાબેન ભરતકુમાર ગણાત્રાના પિતાનું તા.ર0 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.રર નાં સાંજે 4:30 થી પ સુધી તેમના નિવાસ સ્થાને 101/મીત-3, જગન્નાથ ચોક, કાલાવડ રોડ, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક