ચક્ષુદાન
રાજકોટ:
અનિલભાઈ છગનલાલ દોશીનું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીના પ્રયાસથી
પરિવારજનોની ઈચ્છાનુસાર બંને ચક્ષુઓનું દાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો.
ચક્ષુ-ચર્મદાન
રાજકોટ:
મહેતા પરિવારના હંસાબેન જયંતિલાલ મહેતાનું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય
જસાણીના પ્રયાસથી મહેતા પરિવારની ઈચ્છાનુસાર બંને ચક્ષુઓનું દાન તેમજ સ્કીનદાન કરવાનો
સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ આઈ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો.ધર્મેશ
શાહ તેમજ તેમની ડોક્ટર્સની ટીમ દ્વારા સેવા અપાઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન
બેંકમાં સ્કીન અર્પણ કરવામાં આવી છે.
ચક્ષુદાન
રાજકોટ:
રઘુંવશી સમાજના હિતેશભાઈ મનહરલાલ નથવાણીનું અવસાન થતા પરિવારની ઈચ્છાનુસાર ચક્ષુદાન
કરાયું છે. વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાન સમિતિના
સંયોજકો અનુપમભાઈ દોશી તથા ઉપેનભાઈ મોદીની પ્રેરણાથી સંસ્થાનું 217મું ચક્ષુદાન છે.
ચક્ષુદાન
રાજકોટ:
અનિલભાઇ વાડીલાલ સંઘવીનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી
ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન,
ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 903મું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન
વિપુલભાઇ પારેખના સહયોગથી થયું છે. સમગ્ર ગુજરાતમાન અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન
માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા: મો.94285 06011નો સંપર્ક કરવા જણાવાયું
છે.
જૂનાગઢ:
મૂળ જૂનાગઢ હાલ અમદાવાદ ઉષાબેન બુચ તે સ્વ.પ્રો.ડો.વિક્રમવિનય બજીભાઈ બુચના પત્ની,
સ્વ.ઉર્વી, સ્વ.હેમંત, સચિન, ડો.ગૌરવ (શિવમ)ના માતુશ્રી, હર્ષા અને મેઘનાના સાસુ, ખંજન,
માર્ગી, દેવાંશી, ધ્યાનાના દાદીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ને ગુરૂવારે
સવારે 8-30 થી 10 તેમના નિવાસ સ્થાન, બી-101, વાઈબ્રન્ટ સિલ્વર-1ના કોમન પ્લોટમાં બોપલ,
અમદાવાદ ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
વાજસુરભાઈ કાળાભાઈ ગેલાતર (ઉં.84) તે માવજીભાઈ, પ્રવિણભાઈ, સવજીભાઈ ખોડાભાઈ ગેલાતરના
ભાઈ, દિનેશભાઈ, ભીમજીભાઈ, હરીશભાઈ, મહેશભાઈ ગેલાતરના પિતાનું તા.10ના અવસાન થયું છે.
બેસણું તા.13ના મંગળવારે સાંજે 4 થી 6, લાખાભગતની જગ્યા, વણકરવાસ, સાવરકુંડલા ખાતે
રાખેલ છે.
રાજકોટ:
ચા.મ.મોઢ બ્રાહ્મણ મંજુલાબેન દવે (ઉં.83) તે સ્વ.છગનલાલ નારણજી દવેના પત્ની, સ્વ.ચુનીલાલ
દેવશંકર ઉપાધ્યાય (ખડગપુર)ના પુત્રી, મુકેશભાઈ, કમલેશભાઈ તથા દેવીકાબેન બીપીનકુમાર
જોષી, કિર્તીબેન રજનીકાંત પંડયાના માતા, મોનીકા મુકેશભાઈ દવે, પુજા કમલેશભાઈ દવેના
સાસુ, ઉપાસના દેવેશકુમાર ત્રિપાઠી, ઉમંગભાઈ અને બ્રીજેશભાઈના દાદીબાનું તા.10ને શનિવારે
અવસાન થયું છે.
રાજકોટ:
અરૂણાબેન યોગેન્દ્રભાઈ છાપીયા (ઉં.69) તે ભાવેશભાઈ તથા પ્રકાશભાઈના માતાનું તા.10ને
શનિવારે અવસાન થયું છે.