• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

avshan nodh

સાવરકુંડલા: લુહાણ શારદાબેન કાંતીલાલ કવા (ઉ.81) તે સ્વ. કરશનભાઇ માધાભાઇ મકવાણાની દીકરી, દુર્લભભાઇ, પોપટભાઇ, મનસુખભાઇ, સ્વ. વિનોદભાઇના બહેનનું તા.25ના અવસાન થયું છે. તા.29નાં સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને અમરેલી રોડ મારૂતિનગર ‘સત્યમ ’ સાવરકુંડલા છે.

સાવરકુંડલા: અશોકભાઇ ધનજીભાઇ ટાંક (ઉ.49) તે મુકેશભાઇ  મનસુખભાઇ ચૌહાણ, રાજેશભાઇના બનેવીનું તા.25નાં અવસાન થયું છે. બેસણું તા.29નાં સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને શ્રીજીનગર ઉતાવળા હનુમાન રોડ, મઢુલી પાસે, સાવરકુંડલા છે.

રાજકોટ: પ્રવીણભાઇ જેઠાલાલ લાખાણી (ઉ.89) તે સ્વ. શશીભાઇ, સ્વ. રાજુભાઇ, પ્રફુલભાઇ, જ્યોતિબેન મહેતા તથા વિભાબેન શાહના ભાઇ, સ્વ. સુનિલાબેનના પતિ, બચુભાઇ શેઠના જમાઇ, મીરાબેન પરિમલભાઇ વાધર, અલ્પાબેન મનોજભાઇ શાહ, ઇલેશભાઇ (સનસાઇન ઇન્ડસ્ટ્રીઝ)ના પિતા, અમીબેનના સસરા, ચિંતન અને યશવીના દાદાનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.31ના 10 થી 12 રાષ્ટ્રીયશાળા હોલમાં, રાજકોટ છે.

રાજકોટ: મૂળી નિવાસી હાલ રાજકોટ કોકીલાબેન નટવરલાલ પારેખ (ઉ.86) તે સ્વ. ઇશ્વરલાલ, સ્વ. રમણીકલાલ, સ્વ. હિંમતલાલ, સ્વ. મનહરલાલ, સ્વ. કાંતિલાલના ભાઇ, સ્વ. નટવરલાલ જેઠાલાલ પારેખના પત્ની, ઇલેશ અને છાયાના માતા, મીતા અને હિમાંશુભાઇના સાસુ, ભૂમિ રાજ લોઢીયા, રાશી વર્ષીલ શાહના દાદી, સ્વ. કિશોરભાઇ અમૃતલાલ ગોસલીયાના બહેનનું  તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.30નાં સવારે 10-30 કલાકે પ્રાર્થના સભા સવારે 11 થી 12 જૈન ભુવન, 21/ ન્યુ જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ છે.

કાલાવડ (શીતલા): બ્રહ્મક્ષત્રિય સોનેજી લલિતચંદ્ર રતિલાલ સોનેજીના પુત્ર જયકિશન તે જે રાજા, અર્જુન તથા રીષીના પિતાનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.29નાં સાંજે 4-30 થી 6 ભાટિયાની ભોજન શાળામાં છે.

રાજકોટ: શાંતાબેન વિનોદરાય વસા (ઉ.97) તે સ્વ. રશ્મિભાઇ, સ્વ. હસુભાઇ, કેતનભાઇ વિનોદરાય વસા (મહાવીર ઇન્ડસ્ટ્રીઝ, લાતી પ્લોટ, રાજકોટ), ક્રિનાબેન મુકેશભાઇ પારેખના માતા, પ્રતિકભાઇના દાદીનું તા.28ના અવસાન થયું છે.

રાજકોટ: મુળ જામનગરવાળા હાલ રાજકોટ હસમુખભાઇ રામજીભાઇ શાહ (ઉ.82) તે રવિભાઇના પિતા, સ્વ. વજુભાઇ, સ્વ. વલ્લભભાઇના મોટાભાઇ, તેજસ, દિપના અદાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 5 થી 6 “હવેલી’, ભરતવન શેરી નં.2, સંતોષ પાર્ક, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ છે.

રાજકોટ: કોટડા સાંગાણી વાળા  હાલ રાજકોટ અનસુયાબેન નટવરલાલ લોઢીયા (ઉ.86) તે દિપકભાઇ, જયેશભાઇ, મીનાબેન, નયનાબેનના માતા, સોની હરજીવનભાઇ કરસનજીભાઇ પાલા (ભીમકટાવાળા)ની દીકરી, સ્વ. દયાલજીભાઇ, સ્વ. રતિલાલભાઇના બહેનનું તા.27ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણુ: તા.29ના સાંજે 4 થી 5-30 નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફુટ રોડ, શેઠ હાઇસ્કૂલની બાજુમાં રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક