ચલાલાના
ગાંધીવાદી વિચારક, સમાજરત્ન રવજીભાઇ સોલંકીનું 89 વર્ષની વયે અવસાન
ચલાલા,
તા.31: ગાંધીજીના મૂલ્યોને આજીવન આત્મસાત્ કરનારા, ચલાલાની સામાજિક ચેતનાના પ્રતીક,
સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના વરિષ્ઠ પ્રમુખ રવજીભાઇ સોલંકીએ 89 વર્ષની વયે તા.31ના
અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. અમદાવાદ નિવાસી પ્રકાશભાઇ
સોલંકીના પિતા, રવજીભાઇ સોલંકી માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ સાદગી, પ્રામાણિકતા અને
નિષ્ઠાની ચાલતી- ફરતી સંસ્થા હતા. તેમની સ્મશાન યાત્રા તા.31ના ચલાલા સ્થિત નિવાસસ્થાન
(પોલીસ સ્ટેશન સામે, શાક માર્કેટ પાસે)થી નીકળી હતી. જેમાં અનેક સામાજિક અને રાજકીય
સામાજિક આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ જોડાઇને શ્રધ્ધાંજલિ આર્પી
હતી.
મોરબી
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું અવસાન : કાલે બેસણું
મોરબી,
તા.31: મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગત રાત્રીના સમયે હાર્ટ એટેક
આવવાથી આકસ્મિક અવસાન થયું હતું. આજે તેમના રવાપર રોડ પર આવેલા નિવાસ સ્થાનેથી લીલાપર
રોડ પરના સ્મશાન સુધી તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેમની અંતિમયાત્રામાં પૂર્વ ધારાસભ્ય
લલિત કગથરા, મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી જયંતી કવાડિયા, વાંકાનેરના
પૂર્વ ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા, મોરબી જિલ્લા પ્રભારી બીપેન્દ્રસિંહ જાડેજા, ઓલ
ઈન્ડિયા કોંગ્રેસના ઓબીસીના રાષ્ટ્રીય સંયોજક અને જામનગર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
જીવણભાઈ કુંભરવાડિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા વગેરેની ઉપસ્થિતિ હતી. કિશોરભાઈ ચીખલિયા (ઉં.59) તે રજનીકાંતભાઈ, મહેન્દ્રભાઈના
ભાઈ, વિશાલભાઈના પિતા, હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચીખલિયાના કાકા, રવિભાઈ મહેન્દ્રભાઈ
ચીખલીયાના ભાઈજીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.2ના ગુરુવારે સવારે 8થી 10, જય
દ્વારકાધીશ ફાર્મ-1, રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે અને બપોરે 4થી 6, પટેલ સમાજ વાડી,
સરવડ મુકામે છે. સાસરિયા પક્ષનું બેસણું સાથે છે.
ગોંડલ
સંપ્રદાયના શાંતાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા, કાલે ગુણાનુવાદ સભા
રાજકોટ:
ગોંડલ ગચ્છ શિરોમણી જરારાજજી મ.સાના આજ્ઞાનુવર્તી સૂર્ય-િવજય મહાસતીજીના શિષ્યા શાંતમૂર્તિ
શાંતાબાઈ મ.સ 95 વર્ષની વયે 67 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.31ને મહાવીર જયંતીએ ભાનુબાઈ
મ.સના શ્રીમુખે અંતિમ આરાધના સહિત કાળધર્મ પામ્યા છે. જય જિનેન્દ્ર આરાધના ભવન,
36-જનકલ્યાણ સોસાયટી, મહાવીર ચોક પાસેથી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં જૈન સમાજના સભ્યો જોડાયા હતા. વેરાવળમાં માતા
કુલકુંવરબેન અને પિતા હંસરાજભાઈ શાહના ગૃહાંગણે જન્મેલા શાંતાબેને વિ.સં.2015 વૈશાખ
સુદ-3ના આચાર્ય પુરુષોત્તમજી મ.સા આજ્ઞાથી સવિતાબાઈ મ.સ.ના હસ્તે દીક્ષા અંગીકાર કરેલ.
હરેશભાઈ વોરા, દિનેશભાઈ દોશી વગેરેએ વૈયાવચ્ચમાં સેવા બજાવી હતી. લોનાવાલામાં ધીરગુરુદેવની
નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવેલ. રાજકોટમાં ગુણાનુવાદ સભા તા.2ને ગુરુવારે
9-15થી 11 સરદારનગર-રાજકોટમાં રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
કોટેચા ગર્લ્સ સ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ બ્રહ્મ સમાજના, એન.સી.સી.માં લેડી ઓફિસર
તરીકે અને નારી સુરક્ષા સમિતિમાં સક્રિય સેવા આપનાર એવા શારદાબેન ગણપતબિહારી જોષીનું
અવસાન થતા જનજાગૃતિ અભિયાન સમિતિના કાર્યકર્તા કેતનભાઈ મેસવાણીના પ્રયાસથી સદગતના બન્ને
પુત્ર, પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સ્વ.શારદાબેનના ચક્ષુનું
દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો
અનુપમ દોશી તથા ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું.
જૂનાગઢ:
એડવોકેટ, નોટરી સાધનાબેન પારેખ (ઉ.57) તે એડવોકેટ ગિરીશકુમાર જે. પારેખના પત્ની, રિદ્ધિબેન
જીતકુમાર સોલંકીના માતા, રતિલાલ હેમચંદ મહેતાના પુત્રી, શશીકાંતભાઇ, કિશોરભાઇ, દિલીપભાઇ,
ચંદ્રકાંતભાઇ, ભારતીબેન શરદચંદ્ર મહેતાના ભાભી, હિરેનભાઇ પારેખના કાકીનું તા.30ના અવસાન
થયું છે. ઉઠમણું તા.2ના સવારે 10-30 થી 11 પ્રાર્થના સભા 11 થી 11-30 વિજયાવાડી, મહેતા
નિદાન કેન્દ્ર, ઉપરકોટ રોડ, જૂનાગઢ છે.
જામનગર:
શ્રીમાળી બ્રાહ્મણ યજુર્વેદી જ્ઞાતિ જામનગરના ડો. હરીશભાઇ હરીભાઇ દવેના પત્ની જયશ્રીબેન
તે ચિન્ટુ, પૂજા જીજ્ઞેશકુમાર શુકલ અને દિપાલી આશીષકુમાર જોશીના માતા, યોગિતાના સાસુ,
આયુષ અને કિયાના દાદીનું તા.29ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.2 ના સાંજે 5 થી
5-30 કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી. રોડ, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે સંયુકત
છે.
જામનગર:
હરીશભાઇ મગનલાલ પંડયા (મૂળ જગામેડી, હાલ જામનગર) તે અરૂણાબેન જયંતીલાલ વ્યાસ (િનવૃત્ત
શિક્ષિકા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)ના પતિ, મનીષભાઇ, મેઘનાબેન ભટ્ટના પિતા, દ્યુતિબેન
પંડયા, આનંદકુમાર ભટ્ટના સસરા, શ્રુતિક અને ધ્વનિલના દાદાનું તા.30ના અવસાન થયું છે.
બેસણું તા.2 નાં સાંજે 5 થી 6 રામેશ્વર મંદિર, રામેશ્વરનગર ચોક, જામનગર છે.
મોવિયા
(ગોંડલ): મોવિયાના વાણંદ રવિભાઇ તથા રાજેશભાઇના પિતા, ચંદુભાઇ કાનજીભાઇ હિરાણીનું તા.30ના
અવસાન થયું છે. બેસણું તા.4નાં બપોરે 4 થી 6 સુધી તેમના નિવાસસ્થાને છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ જસદણ, હાલ રાજકોટ અનસુયાબેન રમણીકલાલ ભટ્ટ (ઉ.85)
તે હેતલબેન રમણીકલાલ ભટ્ટ, હંસાબેન આર. ભટ્ટના માતા, પાર્થ દવેના નાનીનું તા.29નાં
અવસાન થયું છે. બેસણું તા.2 ને ગુરૂવારે સાંજે 4 થી 6 ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જમનાબેન ગાંડાલાલ વેકરીયા (ઉ.92) તે ગાંડાલાલ જેસાભાઇ વેકરીયાના પત્ની, ડો. નરશીભાઇ
વેકરીયા (િસનર્જી હોસ્પિટલ)ના માતા, મિનાક્ષીબેનના સાસુ, ડો. વાસવના દાદી, પુષ્પાબેન
લાલજીભાઇ ડોબરીયા, સ્વ. મંજુબેન સવજીભાઇ પરસાણા, મધુબેન કેશુભાઇ નડીયાદરા, નિર્મળાબેન
વેકરીયા, દિવાળીબેન મથુરભાઇ ભાખરના માતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું પ્રાર્થના
સભા તા.2ના બપોરે 4 થી 6 પંચશીલ સોસાયટી, હોલ, પંચશીલ મેઇન રોડ, દોશી હોસ્પિટલની બાજુમાં
ગોંડલ રોડ, રાજકોટ છે.